એમી એવોર્ડ્સ 2023 : એકતા કપૂર અને અભિનેતા વીર દાસે રચ્યો ઈતિહાસ, મળ્યું મોટું સમ્માન

એકતા કપૂર જ નહીં, ભારતીય અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન વીર દાસે પણ આ વખતે એમી એવોર્ડ્સમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. વીર દાસને નેટફ્લિક્સના ખાસ શો વીર દાસ લેન્ડિંગ માટે બેસ્ટ યુનિક કોમેડી કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય ડેરી ગર્લ્સ સીઝન 3 ને પણ આ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ જીત્યા બાદ વીર દાસે એવોર્ડ સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે કેપ્શનમાં પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા.

એમી એવોર્ડ્સ 2023 : એકતા કપૂર અને અભિનેતા વીર દાસે રચ્યો ઈતિહાસ, મળ્યું મોટું સમ્માન
Emmy Awards 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 2:04 PM

ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરને 51માં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023માં મોટા સન્માનથી નવાજવામાં આવ્યા છે. ઈન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડ યોજાયો હતો જે દુનિયાનો સૌથી મોટો સમ્માન સમારોહ ગણવામાં આવે છે. જેમાં એકતા કપૂરને એમી ડિરેક્ટોરેટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કલા અને મનોરંજનની દુનિયામાં તેમના યોગદાન માટે એકતા કપૂરને સન્માન આપ્યું છે.

ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ એ કલા અને મનોરંજનની દુનિયામાં શ્રેષ્ઠ સન્માન સમારોહ છે, જેનું આયોજન ન્યૂયોર્કમાં કરવામાં આવ્યું હતું. એકતા કપૂર આ એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. એકતા કપૂરે ટીવી ઈન્ડસ્ટ્રી અને ઓટીટી પર પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જો કે એકતા કપૂરે આ પહેલા પણ ઘણા એવોર્ડ જીત્યા છે, પરંતુ આ એવોર્ડ જીતીને તેણે ઈતિહાસ રચ્યો છે અને પોતાના દેશને ગૌરવ અપાવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શું કહ્યું એકતા કપૂરે?

એવોર્ડ જીત્યા બાદ એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાની ખુશી ફેન્સ સાથે શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, “હું એમી એવોર્ડ ઘરે લાવી રહી છું.” આ એવોર્ડ માટે ચાહકો પણ તેને અભિનંદન આપી રહ્યા છે.

વીર દાસે પણ જીત્યો એવોર્ડ

માત્ર એકતા કપૂર જ નહીં, ભારતીય અભિનેતા અને પ્રખ્યાત કોમેડિયન વીર દાસે પણ આ વખતે એમી એવોર્ડ્સમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. વીર દાસને નેટફ્લિક્સના ખાસ શો વીર દાસ લેન્ડિંગ માટે બેસ્ટ યુનિક કોમેડી કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય ડેરી ગર્લ્સ સીઝન 3 ને પણ આ એવોર્ડ મળ્યો છે.

View this post on Instagram

A post shared by Vir Das (@virdas)

એવોર્ડ જીત્યા બાદ વીર દાસે એવોર્ડ સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે કેપ્શનમાં પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા. વીર દાસે લખ્યું, “ભારત માટે..ભારતીય કોમેડી માટે..દરેક શ્વાસ, દરેક શબ્દ. આ અતુલ્ય સન્માન માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડનો આભાર.”

શેફાલી શાહ ચૂકી ગયા

એમી એવોર્ડ માટેના નોમિનેશનની જાહેરાત 26 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. અને આજે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર દાસે ચોક્કસપણે ખિતાબ જીત્યો પરંતુ શેફાલીને એવોર્ડ આપવાનું ચૂકી ગયું. Netflix શ્રેણી ‘દિલ્હી ક્રાઈમ 2’ માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">