દેશ કોરોના વાયરસની બીજી લહેર સાથે ઝઝૂમી રહ્યો છે, જે દરમિયાન બોલિવૂડ સેલેબ્સ ( Bollywood celebs )સોશિયલ મીડિયા પર ચાહકોને પ્રેરણા આપી સતત એકબીજાની મદદ કરવા અપીલ કરી રહ્યા છે. હવે અભિનેત્રી તાપસી પન્નુએ ( Tapsee Pannu ) સોશિયલ મીડિયા પર એક થ્રોબેક તસવીર ( Throwback photo ) શેર કરી છે, જેમાં તે તેમના પ્રશંસકોને પ્રેરણા આપી રહી છે.
અભિનેત્રી તાપસી પન્નુએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ( Instagram ) પર થ્રોબેક તસ્વીર શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પૂલની અંદર ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે. તેમની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લોકોએ ફોટો પસંદ કર્યો છે.
આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા પછી તેમણે કેપ્શન લખ્યું, ‘બસ અહિંયા જ લટકી રહું અને તરતી રહું. એક દિવસમાં એક વખ્ત . ઈન્તઝાર કર છું … થ્રોબેક તસ્વીર હંમેશા તમને સ્મિત આપતી નથી.
View this post on Instagram
તેમની આ તસ્વીર પર બોલિવૂડના અનેક સલેબ્સ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. લક્ષ્મી માંચુએ (Lakshmi Manchu ) તસ્વીર પર કમેન્ટ કરીને લખ્યું, “મારી સ્વિમરને જુઓ.” અભિનેતા પ્રિયાંશુએ ( Actor Priyanshu ) લખ્યું, “રશ્મિ પાણીની રાણી છે.” તાજેતરમાં જ તેમણે શૂટર ચંદ્રો તોમરના ( Shooter Chandra Tomar ) મોત પર શ્રદ્ધાંજલિ આપતા સોશ્યલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો.
આ તસ્વીરને ઈંસ્ટાગ્રામ પર શેર કરતાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું, ‘દાદી હું તમારી પાસેથી ક્યારેય હાર ન માનવાનું શિખી.. દાદી મારા જેવી ઘણી છોકરીઓના હૃદયમાં કાયમ જીવતી રહેશે, જેના માટે તે પ્રેરણા હતા.’
તમને જણાવી દઈએ કે તાપ્સી પન્નુએ તુષાર હિરનંદાનીની ( Tushar Hiranandani ) ફિલ્મ સાંડ કી આંખમાં ( saand ki aankh ) ચંદ્રો તોમરની ભાભી પ્રકાશી તોમરની ભૂમિકા ભજવી હતી. બંનેએ ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને જીત પણ મેળવી હતી.
જો આપણે તેમના વર્કફ્રન્ટની વાત કરીએ, તો તે આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. ટૂંક સમયમાં અભિનેત્રી ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની ( Mithali Raj ) બાયોપિક શાબાશ મીટ્ઠુમાં (Shabaash Mithu ) મિતાલી રાજની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે ‘રશ્મિ રોકેટ’ ( rashmi rocket ), ‘લૂપ લપેટા’ ( loop lapeta) , ‘હસીન દિલરુબા’ (Haseen Dilruba ) માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.