Sushant Singh Rajput નાં પિતાની મોટી જીત, દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મ શશાંકના નિર્માતાઓએ આ રીતે બદલી વાર્તા

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહએ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરતી વખતે કોર્ટને ફિલ્મ રોકી દેવાની માંગ કરી હતી, આ ફિલ્મનું ટ્રેલર બિલ્કુલ તેવુજ બતાવામાં આવ્યું છે જેવું સુશાંત સિંહ રાજપૂતની જિંદગીમાં હતું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 24, 2021 | 2:23 PM

Sushant Singh Rajput ના જીવન પર બનાવાતી ફિલ્મ ન્યાયનાં નિર્માતાઓની સ્ટોરી દિલ્હી હાઈકોર્ટમાં સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. દિલ્હી હાઇકોર્ટમાં આપવામાં આવેલા સોગંદનામાંમાં કેવલ આ ફિલ્મનું શીર્ષક જ બદલાયું નથી, પરંતુ નિર્માતાઓએ હવે આ સ્ટોરીને સુશાંતના જીવન પર હોવાની વાતને નકારી દીધી છે. આ ફિલ્મનું નવું શીર્ષક હવે શશાંક (Shashank) બની ગયું છે.

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહએ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરતી વખતે કોર્ટને ફિલ્મ રોકી દેવાની માંગ કરી હતી, આ ફિલ્મનું ટ્રેલર બિલ્કુલ તેવુજ બતાવામાં આવ્યું છે જેવું સુશાંત સિંહ રાજપૂતની જિંદગીમાં હતું. આ ફિલ્મને જૂનમાં રિલીઝ કરવાની પણ તૈયારી છે, 14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતે તેમના ઘરે આત્મહત્યા કરી હતી.

દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું

દિલ્હી હાઈકોર્ટમાં આ ફિલ્મના નિર્દેશક સનોજ મિશ્રાએ સોગંદનામું આપ્યું છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમની ફિલ્મ શશાંકને સુશાંત સિંહ રાજપૂતનાં જીવન સાથે કંઈ લેવાદેવા નથી. તેમની ફિલ્મ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ બાહ્ય છોકરાના સ્ટ્રગલ પર આધારિત છે. આ ચાર સ્ટ્રગલર છોકરાઓની વાર્તા છે અને આ ફિલ્મનું શીર્ષક સુશાંત સિંહ રાજપૂતનાં નામથી સંપૂર્ણપણે ભિન્ન છે.

આ કેસ હતો

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે કોર્ટમાં કેસ નોંધાવતા કહ્યું હતું કે આ ફિલ્મના નિર્માતા તેમના પુત્ર અને પરિવારનું નામ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સાથે બનેલી ઘટનાનો લાભ લઈ તેમની ફિલ્મનું માર્કેટિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવામાં કોર્ટે તેમને 2 કરોડ રૂપિયા વળતર રૂપે અપાવે. આટલા મોટા વળતરને લીધે, આ ફિલ્મના નિર્માતાઓ એટલા બધા ગભરાઈ ગયા હતા કે તેઓએ આ ફિલ્મનું શીર્ષક જ નથી બદલ્યું, પણ આ ફિલ્મનું સુશાંત સાથે કંઈ લેવાદેવા ન હોવાનું સોગંદનામું પણ કોર્ટને આપી દિધુ છે.

અહીં જુઓ ટ્રેલર

આ ટ્રેલરમાં ઉલ્લેખિત ઘટના મોટા પ્રમાણમાં સુશાંતના કેસને મેળ ખાઈ છે. જ્યારે તમે તેનું ટ્રેલર જોશો ત્યારે તમારી પાસે આખી ઘટના એવી જ રીતે આવી જશે જેમ તમે આજ સુધી મીડિયામાં સુશાંતના કેસ વિશે સાંભળ્યું હશે. ઠીક છે, હવે કોર્ટમાં આ કેસ આવ્યા પછી, તેની વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગયેલી લાગે છે.

જોવાનું એ છે કે ફિલ્મમાં જે વાર્તા બતાવાની છે તેમાં પણ નિર્માતાઓએ કેટલાક બદલાવ લાવ્યા છે કે કેમ કે પછી તેઓ ફિલ્મ પહેલાં ડિસક્લેમર આપીને આ મામલે તેમનો પીછો છોડાવી લેશે.

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">