સુપરસ્ટાર સિંગર 2 : આજથી શરૂ થશે બાળકોનો નવો સિંગિંગ રિયાલિટી શો, અરુણિતા કાંજીલાલ બનશે જજ

ગ્રાન્ડ પ્રીમિયર એપિસોડમાં નિર્ણાયકોએ ટોચના 15 સ્પર્ધકોની જાહેરાત કર્યા પછી, પવનદીપ રાજન (Pawandeep Rajan) અને અરુણિતા કાંજીલાલ સાથે બાકીના સ્પર્ધકો માટે વાસ્તવિક કસોટી આજથી શરૂ થશે.

સુપરસ્ટાર સિંગર 2 : આજથી શરૂ થશે બાળકોનો નવો સિંગિંગ રિયાલિટી શો, અરુણિતા કાંજીલાલ બનશે જજ
Superstar Singer 2 (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:54 PM

સોની ટીવીના (Sony TV) સિંગિંગ રિયાલિટી શોની પ્રથમ સિઝનની (Superstar Singer) સફળતા પછી, સુપરસ્ટાર સિંગર (Superstar Singer 2) હવે તેની બીજી સિઝન સાથે ટીવી સ્ક્રીન પર પરત ફર્યો છે. આજથી, એટલે કે, 23 એપ્રિલથી શરૂ થતા, આ શો હવે દર શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યો છે. બાળકોની ગાયકી પ્રતિભાને તરાશીને આ શોના પ્રીમિયરને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. કોલકાતાની પ્રીતિ ભટ્ટાચાર્ય સુપરસ્ટાર સિંગર્સ 2ની પ્રથમ સિઝનની વિજેતા હતી. હવે આ રિયાલિટી શો લગભગ બે વર્ષના બ્રેક પછી ટીવી સ્ક્રીન પર ભવ્ય પુનરાગમન કરવા માટે આજથી તૈયાર છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

સુપરસ્ટાર સિંગરની સીઝન 1ને દર્શકોનો અપાર પ્રેમ મળ્યા પછી આ શોના નિર્માતાઓએ નક્કી કર્યું હતું કે તેઓ આ શોની સીઝન 2 પણ લાવશે. પરંતુ કોરોના મહામારીના કારણે ફેન્સને આ શોની સીઝન 2 માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. આ સિંગિંગ શોમાં જોડાનાર તમામ સ્પર્ધકોની ઉંમર 15 વર્ષથી ઓછી છે અને પરફોર્મન્સ પહેલા તેમને સોંપવામાં આવેલા કેપ્ટન દ્વારા તેમને સંગીતનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.

સુપરસ્ટાર સિંગર 2ના કેપ્ટન, જજ અને હોસ્ટ કોણ છે?

અરુણિતા કાંજીલાલ, પવનદીપ રાજન, સાયલી કાંબલે, મોહમ્મદ, દાનિશ અને સલમાન અલી આ સિંગિંગ રિયાલિટી શોના કેપ્ટન હશે. આ પાંચ કેપ્ટનમાંથી પવનદીપ રાજન અને સલમાન અલી ઈન્ડિયન આઈડલના વિજેતા રહ્યા છે. સુપરસ્ટાર સિંગર્સની જજિંગ પેનલની વાત કરીએ તો આ શોમાં અલકા યાજ્ઞિક, જાવેદ અલી અને હિમેશ રેશમિયા જજની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ કેપ્ટન અને જજની સાથે આવેલા શોના હોસ્ટ પણ ઘણા વર્ષોથી સિંગિંગ રિયાલિટી શો સાથે જોડાયેલા છે. પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો પુત્ર અભિનેતા આદિત્ય નારાયણ આ રિયાલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે.

સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા શું છે ?

સુપરસ્ટાર સિંગર્સ સીઝન 2 ઓડિશન રાઉન્ડ સાથે શરૂ થશે. કેપ્ટન દ્વારા પસંદ કરાયેલા સ્પર્ધકોને તેમની પ્રતિભાથી નિર્ણાયકોને પ્રભાવિત કરવાની અને શોમાં આગળ વધવાની તક મળશે. તેઓ જો નિર્ણાયકોને પ્રભાવિત કરશે તો તેઓને તેમની હા સાથે આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરશે.

આ ઓડિશન પછી, બીજો તબક્કો મેગા ઓડિશનનો હશે જેમાં સ્પર્ધકોના પ્રદર્શન પછી ટોપ 15ની જાહેરાત કરવામાં આવશે. ટોચના 15 સ્પર્ધકોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે દરેક સ્પર્ધકે નિર્ણાયકોની સામે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કરવું પડશે.

આ પણ વાંચો – સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો, ચાહકો થયા દુઃખી

g clip-path="url(#clip0_868_265)">