‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની આ સ્પર્ધક કિરણ ખેરની નકલ કરે છે, જુઓ વાયરલ વીડિયો
India's Got Talent: સોની ટીવી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પ્રોમોમાં તમે જોઈ શકો છો કે, આ નાકડી છોકરી કિરણ ખેરની (Kirron Kher) મિમિક્રી કરી રહી છે, જે લોકોને ખુબ પસંદ આવી રહી છે.
કિરણ ખેર (Kirron Kher) જ્યારે પણ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના (India’s Got Talent) સેટ પર હોય છે ત્યારે તેણી હંમેશા ધમાકેદાર રીતે એન્ટ્રી મારતી હોય છે. જ્યારે તેણી તેના કો જજીઝ, ખાસ કરીને બાદશાહને (Badshah) ઠપકો આપવા માટે ક્યારેય કોઈ પણ તક ચૂકતી નથી. રેપર બાદશાહ ઘણીવાર સ્ટેજ પર ખતરનાક સ્ટન્ટ્સ દરમિયાન કિરણ ખેરની સાડીથી તેનો ચહેરો છુપાવતો જોવા મળે છે. હવે, એક નવો પ્રોમોમાં એક સ્પર્ધકને લાલ સાડીમાં સજ્જ જોઈ શકાય છે અને સ્ટેજ પર આવ્યા પછી કિરણની મિમિક્રી કરતા તમે નિહાળી શકો છો.
આ વાયરલ થયેલા વીડિયોમાં વોરિયર સ્ક્વોડની સ્પર્ધક નંદિનીનો પરિચય ‘કિરણજી’ તરીકે થયો છે. તેણી સાડીમાં સજ્જ એક છોકરા સાથે સ્ટેજ પર પહોંચે છે અને તે છોકરો તેની પાછળ તેની સાડીનો પલ્લુ પકડીને ચાલે છે. આ સ્ટેજ એક્ટ દરમિયાન, આ નાનકડી છોકરી જજ કિરણની નકલ કરે છે. વોઈસઓવર દરમિયાન કિરણના અવાજમાં કહે છે “તમે મને ડરાવી રહયા છો”. તે પછી કિરણની સ્ટાઈલમાં વૉઇસઓવર સાથે જોવા મળે છે, “મને જવા દો, હું આ જોવા નથી માંગતી, મારા એપિસોડ માટેના પૈસા કાપી નાખો.”
View this post on Instagram
આ એપિસોડમાં, જોગાનુજોગ કિરણે પણ આવી જ નારંગી સાડી પહેરી હતી અને તેના કપાળ પર મેચિંગ બિંદી હતી. તેણીએ તાજેતરમાં એક એપિસોડ દરમિયાન કહ્યું હતું કે તેણીને ઘરે જવાની મંજૂરી આપવી જ જોઇએ, કારણ કે તેણી ભયાનક સ્ટન્ટ્સ જોવા માંગતી નથી. તેણીએ નિર્માતાઓને તેણીની એપિસોડની ચૂકવણી કાપવા માટે પણ કહ્યું હતું કારણ કે તેણીએ આ શોમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હતું.
આ વાયરલ વિડિયોમાં બતાવે છે જ્યારે કિરણ એક્ટ જોઈ રહી છે, તેણીને આ મિમિક્રી પસંદ આવી રહી છે. બાદમાં તેણી ગોલ્ડન બઝર દબાવતી જોવા મળે છે અને શિલ્પા શેટ્ટી સ્ટેજની ઉપર ચડીને વોરિયર સ્ક્વોડને સલામ કરતી જોવા મળે છે.
View this post on Instagram
એક દર્શકે હાસ્યના ચિહ્ન સાથે ‘હેહે’ કહીને પ્રોમો પર પ્રતિક્રિયા આપી. બીજાએ લખ્યું, ‘omg’ સાથે કેટલાક ફાયર આઇકોન્સ મુક્યા છે. ઘણા લોકોએ વોરિયર સ્ક્વોડ માટે ઉત્સાહ પણ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને જરૂર જીતવું જોઈએ.
View this post on Instagram
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો