AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil Grover Net Worth : ગુત્થી બનીને દરેકને હસાવનારા સુનિલ ગ્રોવર છે કરોડોની સંપત્તિના માલિક, લગ્ઝરી કારનાં છે શોખીન

હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવર (Sunil Grover) આજે તેમનો 44 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સુનીલે એક અલગ ઓળખ બનાવી છે. તે કરોડોની સંપત્તિના માલિક છે.

Sunil Grover Net Worth : ગુત્થી બનીને દરેકને હસાવનારા સુનિલ ગ્રોવર છે કરોડોની સંપત્તિના માલિક, લગ્ઝરી કારનાં છે શોખીન
Sunil Grover
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:14 PM
Share

એવું કહેવાય છે કે હસવું એ એક ઉપચાર છે જે તમારા બધા દુ:ખોને ભુલાવીને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે, પરંતુ કોઈને ખબર નહોતી કે લોકોને હસાવવાનું પણ એક કામ છે જે ઘણા લોકોની કારકિર્દી બનાવે છે અને તેઓ સફળતાની સીડી પર ચાલે છે. આવા છે હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવર (Sunil Grover). જે દરેકના ચહેરા પર સ્મિત લાવે છે. આજે સુનીલના જન્મદિવસ પર, અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ છીએ.

કોઈના ચહેરા પર સ્મિત લાવવું તે દરેક વ્યક્તિ માટે સરળ નથી. સુનીલ ગ્રોવર હાસ્ય કલાકાર સાથે ગાયક, અભિનેતા અને ટીવી પ્રસ્તુતકર્તા પણ છે. સુનીલને સાઇલેન્ટ કોમેડી શો ગુટર ગુ (Gutur Gu) થી ઓળખ મળી હતી. જે બાદ તેમણે પોતાની કોમેડી ટાઈમિંગથી દરેકનું દિલ જીતી લીધું.

એક અહેવાલ મુજબ સુનીલ ગ્રોવર લગભગ 18 કરોડની સંપત્તિના માલિક છે. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 220 ટકાનો વધારો થયો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સુનીલ એક બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 50-60 લાખ રૂપિયા ફી લે છે. સુનીલ ગ્રોવર સામાજિક કાર્ય કરવાથી પણ પાછળ રહેતા નથી.

સુનીલ ગ્રોવરનું ઘર

સુનીલ ગ્રોવરે વર્ષ 2013 માં મુંબઈના સુબર્બ વિસ્તારમાં એક મકાન ખરીદ્યું હતું. તેમણે તે ઘર 2.5 કરોડમાં ખરીદ્યું હતું. એટલું જ નહીં, સુનીલ પાસે દેશના ઘણા શહેરોમાં પ્રોપર્ટી છે.

કાર

સુનીલ ગ્રોવર પાસે ઘણી લગ્ઝરી કારનું કલેક્શન છે. જેમાં રેન્જ રોવર, BMW અને ઓડીનો સમાવેશ થાય છે.

અભિનય દ્વારા જીતી રહ્યા છે દરેકનું દિલ

સુનીલ ગ્રોવરે કોમેડી શો કરવા સાથે ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેમને કપિલ શર્માના કોમેડી શોમાં ઘણા પાત્રોએ એક અલગ ઓળખ આપાવી છે. પછી ભલે તે ગુત્થીનું પાત્ર હોય કે ડોક્ટર મશહૂર ગુલાટી. દરેકમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. સુનીલના વિવિધ પાત્રોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

સુનીલે ઓટીટી પ્લેટફોર્મ પર પણ પગ મૂક્યો છે. તેમની વેબ સીરીઝ તાંડવ અને સનફ્લાવર આવી હતી. જેમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા. સુનીલની ઇન્ટેન્સ એક્ટિંગે દરેકનું દિલ જીતી લીધું હતું. હંમેશા હસાવતા રહેતા સુનીલ વેબ સિરીઝમાં ખૂબ જ ગંભીર પાત્રમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Throwback: 9માં ધોરણમાં બની હતી સુશાંત સિંહ રાજપૂતની પહેલી ગર્લફ્રેન્ડ, પ્રથમ ક્રશનો પણ કર્યો હતો ખુલાસો

આ પણ વાંચો :- TMKOC Spoiler : ગોકુલધામ વાસીઓએ દિલીપ કુમારને કર્યા યાદ, આપી સંગીતમય શ્રદ્ધાંજલિ

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">