Throwback: 9માં ધોરણમાં બની હતી સુશાંત સિંહ રાજપૂતની પહેલી ગર્લફ્રેન્ડ, પ્રથમ ક્રશનો પણ કર્યો હતો ખુલાસો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:38 PM

આજે પણ ચાહકો સુશાંત સિંહ રાજપૂત સાથે સંબંધિત ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ વીડિયોઝને જોઈને તે અભિનેતા સાથે જોડાયેલી યાદોને તાજી કરે છે.

સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) ભલે આ દુનિયા છોડી દીધી હોય, પરંતુ આજે પણ તે ચાહકોના દિલમાં જીવંત છે. સુશાંતના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમના નામે ઘણા એકાઉન્ટ્સ બનાવ્યા છે અને તેના પર અભિનેતાના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. સુશાંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ફિલ્મ કેદારનાથ (Kedarnath) ના પ્રમોશન દરમિયાન રેડ એફએમમાં ​​ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાન પણ સુશાંત સાથે છે અને અભિનેતા પોતાના વિશે ઘણી વાતો શેર કરે છે.

હવે જે વિડીયો વિશે અમે તમને જણાવી રહ્યા છીએ તેમાં સુશાંતને રૈપિડ ફાયર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. સુશાંતને પહેલો સવાલ પૂછવામાં આવ્યો કે, તેમનો પહેલો ક્રશ કોણ હતું? આ અંગે સુશાંત કહે છે, મારો પહેલો ક્રશ મારી ટીચર હતી.

આ પછી, સુશાંતને તેમની પહેલી ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું, તેમની પહેલી ગર્લફ્રેન્ડ ક્યારે બની હતી ત્યારે તેમણે કહ્યું, 9 માં ક્લાસમાં. સુશાંતને આગળ પ્રશ્ન પૂછવામાં આવ્યો, કે તેમનું ફેવરેટ બોડી પાર્ટ ક્યો છે? આ પ્રશ્ન સાંભળીને સુશાંત અને સારા પહેલા ખૂબ હસે છે અને પછી સુશાંત કહે છે મારી આંખો.

 

પછી અભિનેતાને પૂછવામાં આવ્યું કે તેમની વિચિત્ર આદત શું છે, તો તેમણે કહ્યું, જૂઠું બોલવાની. આગળનો પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો કે, જો તે કોઈ ટાપુ પર જશે, તો તે કઈ બે વસ્તુઓ સાથે લઈને જશે, તો તેમણે જવાબ આપ્યો, પાછો આવવા માટે નકશો અને પુસ્તકો.

પછી તેમને છેલ્લો સવાલ પૂછવામાં આવે છે કે તેઓ છેલ્લી વખત ક્યારે રડ્યા હતા ત્યારે અભિનેતાએ કહ્યું, જ્યારે મને ઘણા બધા પૈસા મળ્યા હતા. સુશાંતનો આ વીડિયો ચાહકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે આમાં એક્ટર હસતા અને મસ્તી કરતા જોવા મળે છે.

14 જૂને થયું અવસાન

તમને જણાવી દઈએ કે સુશાંત ગયા વર્ષે 14 જૂને તેમના મુંબઈના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાના નિધનથી સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. અત્યાર સુધી તેમના મોતની તપાસ ચાલી રહી છે. સુશાંત કેસમાં 3 એજન્સી CBI, NCB અને ED ની તપાસ ચાલી રહી છે. સુશાંતના મૃત્યુ બાદ બોલિવૂડ અને અભિનેતા સાથે જોડાયેલા લોકો વિશે ઘણા ખુલાસા થયા હતા.

 

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

g clip-path="url(#clip0_868_265)">