બિહારના સોનુની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, આ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અપાવ્યું એડમિશન
કોરોના મહામારી દરમિયાન હજારો લોકોના મસીહા બનેલા બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) હવે બિહારના સોનુ નામના બાળકની મદદે આવ્યા છે. આ બાળકનું ઈન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન અપાવ્યું.
કોરોના મહામારી દરમિયાન હજારો લોકોના મસીહા બનેલા બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) હવે બિહારના (Bihar) સોનુ નામના બાળકની મદદે આવ્યા છે. સોનુ સુદે 11 વર્ષના સોનુને સ્કૂલમાં એડમિશન અપાવ્યું છે, જેની જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી છે. પોતાના ટ્વીટમાં અભિનેતાએ એમ પણ જણાવ્યું કે સોનુએ માત્ર બાળકને શાળામાં પ્રવેશ અપાવ્યો નથી, પરંતુ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી આપી છે. સોનુની આ મદદે ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે અને લોકો તેના ટ્વીટ પર કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.
શું છે બાબત?
વાસ્તવમાં 14 મેના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નાલંદા પહોંચ્યા હતા. આ દરમિયાન, તેઓ અપગ્રેડેડ મિડલ સ્કૂલ કલ્યાણ બિગહામાં જન સંવાદ કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા હતા, ત્યારે 11 વર્ષનો સોનુ કુમાર પણ તેમની વાત સાથે ત્યાં પહોંચ્યો હતો, જેણે મુખ્યમંત્રી પાસે સારા શિક્ષણની માગ કરી હતી. સોનુએ કહ્યું કે, તેના પિતા દારૂ પીવે છે, જેમાં તમામ પૈસા પૂરા થઈ જાય છે. સોનુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
सर! सुनिए न प्रणाम… भीड़ से आई बच्चे की आवाज सुनकर देखिए कैसे नीतीश कुमार भी चौंक गए.मुख्यमंत्री उत्क्रमित मध्य विद्यालय कल्याण बिगहा (नालंदा) में जनसंवाद कार्यक्रम में लोगों की समस्याओं को सुन रहे थे.सुनिए क्या कह रहा है 11 साल का सोनू.नालंदा से राजीव. Edited by @iajeetkumar pic.twitter.com/hHaOFtrjfX
— Prakash Kumar (@kumarprakash4u) May 14, 2022
સોનુ સૂદે મદદ કરી
વીડિયો વાયરલ થયા બાદ અવિનાશ કુમાર પાંડે નામના વ્યક્તિએ સોનુ સૂદને ટેગ કરીને લખ્યું, ‘સોનુની વિનંતી, કદાચ સોનુ સૂદ સાંભળી શકે…’ અવિનાશના ટ્વીટને રિટ્વીટ કરતા સોનુએ કહ્યું કે તેણે સોનુના અભ્યાસની સગવડ થઈ ગઈ છે. અભિનેતાએ લખ્યું, ‘સોનુએ સોનુની વાત સાંભળી, ભાઈ. સ્કુલ બેગ બાંધી દો. તમારા શિક્ષણ અને હોસ્ટેલની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે. સોનુએ પોતાના ટ્વિટમાં એ પણ જણાવ્યું કે સોનુનું એડમિશન Ideal International Public School BIHTA (Patna) માં થઈ ગયું છે.
सोनू ने सोनू की सुन ली भाई 😂 स्कूल का बस्ता बांधिए❣️ आपकी पूरी शिक्षा और हॉस्टल की व्यवस्था हो गयी है🙏 IDEAL INTERNATIONAL PUBLIC SCHOOL BIHTA (PATNA)@SoodFoundation https://t.co/aL9EJr9TVs
— sonu sood (@SonuSood) May 18, 2022
साक़िब भाई, बड़ा आदमी बनेगा अपना सोनू ❣️ https://t.co/Txyhgh5Lca
— sonu sood (@SonuSood) May 18, 2022