Bollywood Vs OTT Releases : બોલિવૂડ અને OTT પ્લેટફોર્મ વચ્ચે જામશે જંગ, જાણો કઈ કઈ ફિલ્મો-સિરીઝ જોવા મળશે

આજે એક નહીં પરંતુ ઘણી ફિલ્મો અને સિરીઝ (Web Series) રિલીઝ થવા જઈ રહી છે. અહીં તમે આવનારી મૂવીઝથી લઈને ફિલ્મોની રિલીઝ ડેટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 1:13 PM

Bollywood Vs OTT Releases : અત્યાર સુધી આ વર્ષ ફિલ્મોની દૃષ્ટિએ ઘણું સારું રહ્યું છે. હજુ અડધુ વર્ષ પણ નથી પસાર થયું અને ફિલ્મ જગતમાં એક પછી એક રીલિઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ (Box Office) પર પોતાના રેકોર્ડ તોડી રહી છે. માત્ર ફિલ્મો જ નહીં, હવે બોલિવૂડની સાથે OTT પ્લેટફોર્મ (OTT Platform) નો પણ ક્રેઝ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં, ફિલ્મ નિર્દેશકો અને નિર્માતાઓ તેમની ફિલ્મોને મોટા પડદા પર તેમજ OTT પર રિલીઝ કરે છે. આજે એક નહીં પરંતુ ઘણી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે.

અહીં તમે આવનારી મૂવીઝથી લઈને ફિલ્મોની રિલીઝ ડેટ વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. સંપૂર્ણપણે નિર્માતા/પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર આધારિત છે. આ લિસ્ટમાં ઘણા મોટા બેનરની ફિલ્મો પણ સામેલ છે.

અહીં મોટા પડદા પર રિલીઝ થનારી ફિલ્મોની યાદી છે

ભૂલ ભુલૈયા 2

 

2008માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ ‘ભૂલ ભુલૈયા 2’ આજે એટલે કે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં એક તરફ આ ફિલ્મના પહેલા ભાગમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. તે જ સમયે, ફિલ્મના બીજા ભાગમાં અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની કેમેસ્ટ્રી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે.

ચિત્રકૂટ

 

ફિલ્મ ચિત્રકૂટ એ બોલીવુડની ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક હિમાંશુ મલિક દ્વારા કરવામાં આવ્યું છે. હિમાંશુ મલિકે પણ આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે.

ધાકડ

બોલિવૂડની ધાકડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ધાકડ આજે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અભિનેત્રી તેની આખી સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મના પ્રમોશન પછી બાબા વિશ્વનાથના ધામમાં દર્શન માટે પહોંચી હતી.

આજે આ ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

આ મહિને OTT પ્લેટફોર્મ Netflix, Disney + Hotstar, Amazon Prime Video અને Zee5 પર રિલીઝ થનારી મૂવીઝ અને વેબ સિરીઝનું લિસટ અહીં છે. અહીં સીરિઝના પ્રકાશન પર એક નજર છે:

સીરિઝ – Escape Live OTT પ્લેટફોર્મ – Disney+Hotstar

‘એસ્કેપ લાઈવ’ એક સામાજિક થ્રિલર સીરિઝ છે, જે 20 મેના રોજ ‘હોટસ્ટાર’ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ સીરિઝમાં સામાન્ય લોકોની અલગ-અલગ મુસાફરી દર્શાવવામાં આવી છે કારણ કે ,તેઓ Escape Live નામની સોશિયલ મીડિયા એપ્લિકેશન પર જીતવા અને તેમનું નસીબ અજમાવવાનો પ્રયાસ કરે છે. આ સિરીઝમાં અભિનેતા સિદ્ધાર્થ, જાવેદ જાફરી, શ્વેતા ત્રિપાઠી શર્મા, સ્વસ્તિક મુખર્જી, પ્લાબિતા બોરઠાકુર મુખ્ય ભૂમિકામાં છે.

મૂવીનું નામ- ટ્વેલ્થ મેન ઓટીટી પ્લેટફોર્મ- ડિઝની+ હોટસ્ટાર

સાઉથના સુપરસ્ટાર મોહનલાલની રહસ્ય આધારિત ફિલ્મ ‘ટ્વેલ્થ મેન’ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તમે આજે, 20 મે, તમારા OTT પર આ ફિલ્મ જોઈ શકશો. જીતુ જોસેફ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મોહનલાલ ઉપરાંત ઉન્ની મુકુંદન, શિવદા, અનુશ્રી, અનુ સિથારા, સૈજુ કુરુપ, રાહુલ માધવ, અદિતિ રવિ, પ્રિયંકા નાયર, લિયોના લિશોય, અનુ મોહન, ચંદુ નાથ, નંદુ અને પ્રદીપ જેવા કલાકારો છે. ચંદ્રન આ ફિલ્મ મલયાલમ ભાષામાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર 20 મે, 2022ના રોજ રિલીઝ થશે.

ફિલ્મનું નામ- આચાર્ય ઓટીટી પ્લેટફોર્મ- એમેઝોન પ્રાઇમ વિડિયો

તાજેતરમાં જ થિયેટરોમાં રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ ‘આચાર્ય’ હવે OTT પ્લેટફોર્મ પર પણ સ્ટ્રીમ થવા જઈ રહી છે. ફિલ્મમાં રામ ચરણ અને ચિરંજીવી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર આજે એટલે કે 20 મે, 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મનું નામ- RRR OTT પ્લેટફોર્મ- G5

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ થિયેટરોમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ પછી હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ 20 મે, 2022ના રોજ Zee5 પર કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">