સોનમ કપૂર ચપ્પલ પહેરવા માટે પણ રાખે છે નોકર! તસવીર સામે આવતા લોકોએ કરી ટ્રોલ

|

Jan 15, 2023 | 6:23 PM

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ સતત નવા ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સોનમની એક તસવીરે હંગામો મચાવ્યો છે, જેના કારણે સોનમ કપૂર ટ્રોલ થઈ રહી છે.

સોનમ કપૂર ચપ્પલ પહેરવા માટે પણ રાખે છે નોકર! તસવીર સામે આવતા લોકોએ કરી ટ્રોલ
Sonam Kapoor has hired a servant to wear slippers.

Follow us on

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં જ માતા બની છે અને કામ પર પરત ફરીને હવે લાઈમ લાઈટમાં આવવા લાગી છે. માતૃત્વ વચ્ચે સોનમ એરપોર્ટ પર ફેશનને કારણે ઘણી વખત લાઈમલાઈટમાં આવી ચૂકી છે. તેમજ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ સતત નવા ગ્લેમરસ લુકમાં ફોટા શેયર કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન સોનમની એક તસવીરે હંગામો મચાવ્યો છે, જેના કારણે સોનમ કપૂર ટ્રોલ થઈ રહી છે.

 તસવીર થઈ વાયરલ

પુત્ર વાયુને જન્મ આપ્યા બાદ સોનમ કપૂર સતત આંતરરાષ્ટ્રીય ફેશન ઈવેન્ટ્સનો હિસ્સો બની રહી છે. તાજેતરમાં સોનમ તેના યોગા ક્લાસ માટે પહોંચી હતી, જ્યાં તેના આવા જ એક ફોટોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. આ તસવીરમાં સોનમને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા. વાસ્તવમાં, તસવીરમાં સોનમ કપૂરને કોઈ યુવક ચપ્પલ પહેરાવી રહ્યો હોવાનું જોવા મળે છે.

SONAM KAPOOR

અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂરે ગયા વર્ષે ઓગસ્ટમાં પુત્ર વાયુને જન્મ આપ્યો હતો, જેના થોડા સમય બાદ તે જાહેરમાં જોવા મળી હતી. તાજેતરમાં સોનમ તેના યોગા ક્લાસની બહાર જોવા મળી હતી, જ્યાં તેનો આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર કમેન્ટ્સ કરી રહ્યા છે. સોનમનો આ ફોટો જોઈને લોકો એવી વાતો કરી રહ્યા છે કે જ્યારે ખુદ તે જ આમ કરી રહી હોય તો પછી તે તેના દીકરાને શું શીખવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ પણ વાંચો: કોણ છે USAની આર’બોની ગેબ્રિયલ, જે 82 સુંદરીઓને હરાવીને બની Miss Universe 2022

ચપ્પલ પહેરવા માટે પણ અલગથી રાખે છે નોકર !

સોનમ કપૂરનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના યોગા ક્લાસની બહાર જોવા મળી રહી છે. સોનમ અહીં ચપ્પલ પહેરેલી જોવા મળે છે પરંતુ આશ્ચર્યજનક રીતે અભિનેત્રીએ પોતે આવું કર્યું નથી. અન્ય એક વ્યક્તિ તેને ચપ્પલ પહેરાવી રહ્યો છે. સોનમને ચપ્પલ પહેરાવવા માટે એક વ્યક્તિને પણ રાખવામાં આવ્યો છે અને આ વાતે બધાના હોશ ઉડાવી દીધા છે.

લોકોએ કરી ટ્રોલ

એ એક્ટ્રેસ પર સવાલ ઉઠાવ્યા છે કે તેણે પોતાના ચપ્પલ પહેરવા માટે એક વ્યક્તિને પણ રાખ્યો છે, એક્ટ્રેસને અમીરોનો શોખ ગણાવી, લોકો એક્ટ્રેસને ખોટું બોલી રહ્યા છે. એક વ્યક્તિએ ટોણો માર્યો.. ભાઈ સુંદર છે.. કોઈને ચપ્પલ પહેરવા રાખવામાં આવ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે જો તમે જાતે ચપ્પલ નથી પહેરી શકતા તો યોગ કરવાનો શું ફાયદો..?

Next Article