Toronto International Film Festivalમાં સિંગર લિલ નૈસ એક્સને મળી બોમ્બથી મારી નાખવાની ધમકી, તપાસ બાદ સામે આવ્યું સત્ય

ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023માં (Toronto International Film Festival) પોપ સિંગર લિલ નૈસને બોમ્બથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ સમગ્ર કાર્યક્રમમાં દોડધામ જોવા મળી હતી. જેના કારણે કાર્યક્રમમાં વિલંબ થયો હતો. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે તપાસ કરી હતી. સુત્રો મુજબ જેવા લિલ નૈસ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તેની કારમાં આવ્યા હતા, આયોજકોને જાણ કરવામાં આવી હતી કે તેમને બોમ્બની ધમકી મળી છે, ત્યારબાદ તેમને રોકાવા માટે કહેવામાં આવ્યું. તપાસ બાદ સમગ્ર સત્ય સામે આવ્યું છે.

Toronto International Film Festivalમાં સિંગર લિલ નૈસ એક્સને મળી બોમ્બથી મારી નાખવાની ધમકી, તપાસ બાદ સામે આવ્યું સત્ય
Lil Nas XImage Credit source: IMDb
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 8:00 PM

ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023 (Toronto International Film Festival) સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોપ સિંગર લિલ નૈસ એક્સને બોમ્બથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.આ કારણે હવે ફિલ્મ ફેસ્ટિવલ વિલંબમાં પડી રહ્યો છે. શનિવારે રાત્રે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Toronto Film Festival) ખાતે લિલ નૈસની ડોક્યુમેન્ટરીનું વર્લ્ડ પ્રીમિયરમાં મોડું થયું હતું. તમને જણાવી દઈએ શું છે સમગ્ર મામલો.

કાર્લોસ લોપેઝ એસ્ટ્રાડા અને જેક મેન્યુઅલ દ્વારા નિર્દેશિત ‘લિલ નૈસ એક્સ: લોંગ લાઈવ મોન્ટેરો’નું સ્ક્રિનિંગ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલના રોય થોમસન હોલમાં રાત્રે 10 વાગ્યે શરૂ થવાનું હતું.એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ વેરાઈટી મુજબ એસ્ટ્રાડા, મેન્યુઅલ અને ફિલ્મના એડિટર એન્ડ્રુ મોરો સૌથી પહેલા આવ્યા હતા.

સિંગરને મળી બોમ્બથી મારી નાખવાની ધમકી

સુત્રો મુજબ જેવા લિલ નૈસ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તેની કારમાં આવ્યા હતા, આયોજકોને જાણ કરવામાં આવી હતી કે તેમને બોમ્બની ધમકી મળી છે, ત્યારબાદ તેમને રોકાવા માટે કહેવામાં આવ્યું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

શા માટે સિંગરને ટાર્ગેટ કરવામાં આવ્યો?

નૈસ એક્સનું અસલી નામ મોન્ટેરો લૈમર હિલ છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ધમકીએ સિંગરને નિશાન બનાવ્યું હતું કારણ કે તે અશ્વેત સમલૈંગિક કલાકાર છે. બાદમાં સુરક્ષાએ સ્થળની તપાસ કરી, જેના કારણે 24 વર્ષીય કલાકારની એન્ટ્રી 20 મિનિટ મોડી થઈ.

આ પણ વાંચો: ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે જેનેલિયા દેશમુખ? પતિ રિતેશ સાથે એક ઈવેન્ટમાં જોવા મળી, Video થયો Viral

બાદમાં માહિતી અફવા હોવાનું સામે આવ્યું

સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી ખોટી હોવાનું સામે આવ્યું છે અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ લગભગ 10.30 વાગ્યે શરૂ થયું હતું. ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 17 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.

કરણ જોહરની ફિલ્મ ‘કિલ’નું થયું હતું પ્રીમિયર

બોલિવુડ ફિલ્મ મેકર કરણ જોહરની ફિલ્મ ‘કિલ’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં (Toronto Film Festival) પ્રીમિયર થયું હતું. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શને ‘સિખિયા એન્ટરટેઈનમેન્ટ’ સાથે મળીને કરવામાં આવ્યું છે. ‘કિલ’ એક એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે, જેની સ્ટોરી નવી દિલ્હીની એક્સપ્રેસ ટ્રેન પર આધારિત છે, આ ફિલ્મ ભારતીય સેનાના કમાન્ડો અમૃત અને વીરેશની આસપાસ ફરે છે, જેઓ અમૃતની ગર્લફ્રેન્ડ તુલિકાને બચાવવાના મિશન પર છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">