AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈ પોલીસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત અને ઓરીની 250 કરોડના ડ્રગ કેસમાં પૂછપરછ કરશે

ફિલ્મ સ્ટાર્સ 250 કરોડના ડ્રગ કેસમાં સંડોવાયેલા છે, અને મુંબઈ પોલીસ હવે તેમની પૂછપરછ કરી રહી છે. શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની 25 નવેમ્બરે પૂછપરછ કરવામાં આવશે.

Breaking News : મુંબઈ પોલીસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત અને ઓરીની 250 કરોડના ડ્રગ કેસમાં પૂછપરછ કરશે
| Updated on: Nov 21, 2025 | 8:03 PM
Share

નવેમ્બરની શરૂઆતમાં મુંબઈ પોલીસે પોતાના એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા એક મોટા ડ્રગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં અનેક અગ્રણી ફિલ્મ સ્ટાર્સનાં નામો જોડાયા હોવાની માહિતી મળી છે.

યાદીમાં નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર, તેનો ભાઈ સિદ્ધાર્થ કપૂર તેમજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીનો સમાવેશ થાય છે. 250 કરોડ રૂપિયાના આ મેફેડ્રોન ડ્રગ કેસની તપાસને લઈને, મુંબઈ પોલીસે સિદ્ધાર્થ કપૂરને મંગળવાર, 25 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે.

તાજેતરમાં મેફેડ્રોન જપ્તીની કાર્યવાહી બાદ આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. પકડાયેલા કરાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ માહિતી આપી છે. એન્ટી-નાર્કોટિક્સ સેલનું કહેવું છે કે આરોપીએ ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓની સંડોવણી અંગે ખુલાસો કર્યો છે. શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાર્થ અને અન્ય કેટલાક લોકોની પણ નજીકથી પૂછપરછ કરવામાં આવશે.

ઓરીને પણ સમન્સ મોકલાયા

સોશિયલ મીડિયા પર લોકપ્રિય ઇન્ફ્લુએન્સર ઓરીને પણ 26 નવેમ્બરે એન્ટી-નાર્કોટિક્સ સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. અગાઉ, 20 નવેમ્બરના રોજ તેમને પ્રથમ સમન્સ મોકલાયા હતા, પરંતુ ઓરીએ નવી તારીખની માંગણી કરી હતી. હવે, ANC એ તેમને પૂછપરછ માટે બદલાયેલ તારીખ સાથે બીજું સમન્સ મોકલ્યું છે.

આ આખો કેસ શું છે?

આ કેસમાં ANC એ મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ, આરોપી સેલિબ્રિટીઝ માટે ભવ્ય અને ખાનગી પાર્ટીઓનું આયોજન કરતો હતો. આ આખું પ્રકરણ ગયા વર્ષની માર્ચમાં સામે આવ્યું હતું, જ્યારે પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં ₹252 કરોડના મેફેડ્રોન જપ્ત થયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી દુબઈથી દેશનિકાલ થયા બાદ ભારતમાં પકડાયો હતો.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">