Happy birthday Sharmila Tagore : ‘કાશ્મીર કી કલી’થી દિલ જીતનારી શર્મિલાએ જયારે બિકીની પહેરી હતી ત્યારે મચી ગયો હતો હંગામો
બોલિવૂડ એક્ટ્રેસ શર્મિલા ટાગોરનો (Sharmila Tagore) આજે બર્થડે છે. એક્ટ્રેસએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આવો જાણીએ તેમના જન્મદિવસના ખાસ અવસર પર તેમની સાથે જોડાયેલી બાબતો વિશે.
70ના દાયકાની જાણીતી એક્ટ્રેસ શર્મિલા ટાગોર ( Sharmila Tagore) આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસ 77 વર્ષની થઈ ગઈ છે. શર્મિલાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે સત્યજીત રેની બંગાળી ફિલ્મ ‘અપૂર સંસાર’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાજેશ ખન્ના સાથે શર્મિલાની જોડી જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. તેઓએ પહેલીવાર 1969માં ‘આરાધના’માં સાથે કામ કર્યું હતું. આ પછી તે ‘અમર પ્રેમ’, ‘સફર’, ‘માલિક’, ‘છોટી બહુ’, ‘રાજા રાની’માં જોવા મળી હતી. રાજેશ ખન્ના સિવાય શર્મિલાએ શશિ કપૂર સાથે સૌથી વધુ ફિલ્મો કરી હતી. શર્મિલા ટાગોર છેલ્લે એકલવ્ય ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી તેણે પડદાથી દૂર થઇ ગઈ હતી. તેણે હિન્દી સિનેમાથી લઈને બંગાળી સિનેમા સુધી એક પછી એક હિટ ફિલ્મો આપી છે.
જો રિપોર્ટનું માનીએ તો શર્મિલા ટાગોર બિકીની પહેરનાર પ્રથમ અભિનેત્રી હતી. તેણે ફિલ્મ ‘એન ઈવનિંગ ટુ પેરિસ’માં સ્વિમસૂટ પહેર્યો હતો. શર્મિલાએ 1966માં ફિલ્મફેર મેગેઝિન માટે બિકીની પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ એ સમયે ઘણી ચર્ચામાં આવી હતી.
શર્મિલાએ ભારતીય ટીમના કેપ્ટન મન્સૂર અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને કોલકાતામાં પહેલીવાર મળ્યા હતા અને મન્સૂર અલી ખાન શર્મિલાની સ્માઈલ પર ફિદા થઇ ગયા હતા. તેણે 4 વર્ષ સુધી શર્મિલાને મનાવવાનો પ્રયાસ કર્યો અને પછી અભિનેત્રીએ લગ્ન માટે હા પાડી. લગ્ન માટે બંનેના પરિવારજનોને મનાવવા સરળ નહોતા. કારણ કે શર્મિલા બોલ્ડ ઇમેજ ધરાવતી હતી. જેના કારણે પટૌડી પરિવાર તેને વહુ બનાવવામાં ખચકાટ અનુભવતો હતો. શર્મિલાએ મન્સૂર સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો.
નવાબ પટૌડીના મૃત્યુ બાદ હવે તેમની 2700 કરોડની સંપત્તિની માલિક શર્મિલા ટાગોર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શર્મિલા ટાગોરની અંદાજિત સંપત્તિ 2700 કરોડ રૂપિયા છે. આ પ્રોપર્ટીમાં મોટાભાગની હવેલીઓની કિંમત કરોડોમાં છે. તેમને ત્રણ બાળકો છે. સૈફ અલી ખાન, સબા અલી અને સોહા અલી. સૈફની બહેન સબા અલી ખાન શર્મિલાની પ્રોપર્ટીનું ધ્યાન રાખે છે.
પટૌડી ખાનની કુલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે પાંચ હજાર કરોડથી વધુની સંપત્તિ છે. દેશભરમાં પટૌડી રજવાડાના ઘણા મહેલો અને જમીનની મિલકતો છે. તેમની પાસે ઘણી હવેલીઓ અને રૂમો પણ છે. મન્સૂર અલી ખાન પટૌડી પટૌડી રજવાડાના નવમા નવાબ હતા. જેને ટાઇગર પટૌડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો : લો બોલો… UAEમાં હવે સાડા ચાર દિવસ જ વર્કિંગ, શુક્રવારે હાફ ડે અને શનિવાર અને રવિવારે રહેશે વીકએન્ડ