AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો… UAEમાં હવે સાડા ચાર દિવસ જ વર્કિંગ, શુક્રવારે હાફ ડે અને શનિવાર અને રવિવારે રહેશે વીકએન્ડ

સંયુક્ત આરબ અમીરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે લાંબો વીકએન્ડ કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપે છે. સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવું એ UAEની સરકારના પ્રયાસોના ભાગરૂપે આવે છે. એટલા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

લો બોલો... UAEમાં હવે સાડા ચાર દિવસ જ વર્કિંગ, શુક્રવારે હાફ ડે અને શનિવાર અને રવિવારે રહેશે વીકએન્ડ
UAE (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:09 AM
Share

સંયુક્ત આરબ અમીરાત (UAE) હવે પશ્ચિમી દેશોના રસ્તે ચાલી રહ્યું છે. તેમણે સોમવારથી શુક્રવાર સુધી તેમનું સત્તાવાર કામ કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત આરબ અમીરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે લાંબો વીકએન્ડ કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપે છે. સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવું એ UAEની સરકારના પ્રયાસોના ભાગરૂપે આવે છે. એટલા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

ઈસ્લામિક દેશમાં 1 જાન્યુઆરીથી થવા જઈ રહેલા આ ફેરફાર અંતર્ગત હવે તેનું કામ સોમવારથી શુક્રવાર સુધી ચાલશે. તે હવે પશ્ચિમી દેશોની સિસ્ટમ જેવી હશે. યૂએઇના સ્થાનિક મીડિયા અનુસાર આવતા વર્ષે જાન્યુઆરીથી એટલે કે 2022થી સરકારી સંસ્થાઓ માટે ‘નેશનલ વર્કિંગ વીક’ ફરજિયાત બનશે અને તેની પાછળનો હેતુ વર્ક-લાઇફ બેલેન્સ અને આર્થિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો છે. સ્થાનિક સત્તાવાર સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ‘યુએઈ એ પહેલો દેશ છે જેણે સમગ્ર વિશ્વના પાંચ દિવસના અઠવાડિયા કરતાં ટૂંકા રાષ્ટ્રીય કાર્ય સપ્તાહનો અમલ કર્યો છે. UAE હવે શનિવાર-રવિવાર વીકએન્ડ ધરાવતો એકમાત્ર ગલ્ફ દેશ બનશે. મુસ્લિમ દેશોમાં વીકએન્ડ શુક્રવારે મધ્યાહન પ્રાર્થના સમયે શરૂ થાય છે.

અર્થવ્યવસ્થા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે ગલ્ફ દેશે હાલમાં જ તેની અર્થવ્યવસ્થાને ખોલવા માટે ઘણા પગલાં લીધા છે. તેમાં રાજ્ય-નિયંત્રિત કંપનીઓમાં હિસ્સો વેચવાનો પણ સમાવેશ થાય છે. શેરબજારોએ પણ તરલતા વધારવા અને વિદેશી રોકાણકારોને આકર્ષવા પહેલ કરી છે. હવે 5 ડે વર્કિંગ સિસ્ટમ યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ને પણ વૈશ્વિક બજારોમાં અલગ બનાવશે કારણ કે આ વ્યવસ્થા હેઠળ આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનો માટે વેપાર કરવાનું સરળ બનશે. દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ એડવાઈઝરી ગ્રુપના સીઈઓ નબીલ અલીયુસુફે કહ્યું કે આનાથી બાકીના વિશ્વ સાથે અમારો વેપાર વધશે.

તમને જણાવી દઈએ કે, યુએઈએ વૈશ્વિક બજાર સાથે તાલમેલ જાળવી રાખવા માટે આ પગલું ભર્યું છે. આ રીતે તેનું કામકાજનું અઠવાડિયું વિશ્વમાં સૌથી નાનું હશે. આમ UAE વિશ્વનો પહેલો દેશ બન્યો છે જેણે રાષ્ટ્રીય કાર્યકારી સપ્તાહને પાંચ દિવસના કાર્ય સપ્તાહથી ટૂંકાવીને પ્રક્રિયા શરૂ કરી છે. આ પહેલા, 2006 સુધી યુએઈમાં વીકએન્ડ ગુરુવાર-શુક્રવાર હતો. પછી તે ખાનગી ક્ષેત્ર અનુસાર શુક્રવાર-શનિવાર હતો.

આર્થિક રીતે જોવામાં આવે તો નવું કાર્ય સપ્તાહ UAEને વૈશ્વિક બજાર સાથે પોતાને વધુ સારી રીતે સંરેખિત કરવામાં મદદ કરશે. આનાથી જે દેશો શનિવાર-રવિવારને સપ્તાહાંત માને છે તેમની સાથે વેપાર, આર્થિક વ્યવહારો સરળ બનશે. UAEનો આ નિર્ણય વધુ એક સાહસિક પગલું છે. જેનું સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : PM Kisan Scheme: માર્ચ 2022 સુધી ખેડૂતોને મળશે 22 હજાર કરોડ, જાણો શું છે સમગ્ર માહિતી

આ પણ વાંચો : ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો રાજકોટમાં આવ્યો સામે, ફિલ્મી ઢબે 4 કરોડ પડાવવાનો હતો પ્લાન, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">