શાહરૂખ ખાને એવોર્ડ ફંક્શનમાં વૃદ્ધને માર્યો ધક્કો ! યુઝર્સ ભડક્યા, વાયરલ થયો Video

|

Aug 12, 2024 | 10:05 AM

શાહરૂખ ખાનને સ્વિટ્ઝર્લેન્ડમાં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ડો અલા કેરીએરા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે આ ઈવેન્ટનો શાહરૂખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાને એવોર્ડ ફંક્શનમાં વૃદ્ધને માર્યો ધક્કો ! યુઝર્સ ભડક્યા, વાયરલ થયો Video
Shahrukh Khan

Follow us on

બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે શાહરુખને સ્વિત્ઝર્લેન્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં, તેણે લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને પાર્ડો અલા કેરીએરા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ કિંગ ખાનના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. હવે કેટલાક લોકો શાહરૂખને ટ્રોલ પણ કરી રહ્યા છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં શાહરૂખ રેડ કાર્પેટ પર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક વૃદ્ધ માણસ ફ્રેમમાં આવી રહ્યો હતો. ત્યારે શાહરૂખ તેની નજીક જાય છે અને તેમને ધીમેથી પૂસ કરી દે છે અને પછી તેની જગ્યાએ પાછો આવે છે અને પોઝ આપવા લાગે છે. હવે આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો કહે છે કે વૃદ્ધ શાહરુખનો જૂનો મિત્ર છે અને શાહરુખે મજાકમાં તેને ધક્કો માર્યો હતો. પણ યુઝર્સ શાહરુખની આ હરકતથી ગુસ્સે થયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.

Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો

યુઝર્સે આવી પ્રતિક્રિયાઓ આપી

શાહરૂખના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “આ શરમજનક કૃત્ય છે. જોઈને દુઃખ થયું.” અન્ય યુઝરે લખ્યું, “અહંકાર તેના પાત્રનો એક ભાગ છે.” અન્ય એક યુઝરે લખ્યું, “તમને શરમ આવવી જોઈએ.” ચાલો હવે જોઈએ આવી જ કેટલીક પ્રતિક્રિયાઓ જે શાહરૂખના સમર્થનમાં આવી રહી છે.

એક વ્યક્તિએ ટિપ્પણી કરી, “ભાઈ, બંને મિત્રો છે.” બીજાએ ટિપ્પણી કરી, “તે માણસ તેનો જૂનો મિત્ર છે. તે વ્યક્તિ સાથે તેના ઘણા જૂના ફોટા છે. કિંગ ખાનની ઈર્ષ્યા કરવાનું બંધ કરો.” જો કે લોકોની આવી અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

શું શાહરૂખે વૃદ્ધાને ધક્કો માર્યો?

આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ શાહરૂખ ખાનની ટીકા થઈ રહી છે અને નેટીઝન્સ તેને ‘અહંકારી’ તરીકે ટેગ કરી રહ્યા છે. બીજી તરફ, અભિનેતાના કેટલાક ચાહકો તેના સમર્થનમાં આવ્યા અને ખુલાસો કર્યો કે વૃદ્ધ વ્યક્તિ શાહરૂખના જૂના મિત્રોમાંથી એક છે અને તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. એક યુઝરે લખ્યું- ખરેખર, આ કોઈ રમતિયાળ વર્તન નહીં પરંતુ શાહરૂખનો અહંકાર હતો! જો વૃદ્ધે શાહરૂખ સાથે આવું કર્યું તો? એક યુઝરે કમેન્ટ કરી – તે તેના જૂના મિત્રોમાંથી એક છે. હવે નકારાત્મકતા ફેલાવવાની કોશિશ ન કરો.

Next Article