માલદીવ્સમાં પતિ સાથે મસ્તી કરતી જોવા મળી Sana Khan, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

માલદીવ્સમાં પતિ સાથે મસ્તી કરતી જોવા મળી Sana Khan, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Sana Khan seen having fun with husband in Maldives

સનાએ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે અને હવે તે એક હાઉસ વાઇફ બની ગઇ છે. અભિનેત્રીએ પોતાની બધી જ બોલ્ડ તસવીરોને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. સના આપણને ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Aug 12, 2021 | 8:05 PM

બોલીવૂડમાં પોતાની હોટનેસથી પોતાના ફેન્સને પાગલ બનાવનારી અભિનેત્રી સના ખાન (Sana Khan) લગ્ન પછી બિલકુલ બદલાય ગઇ છે. અભિનેત્રીએ 20 નવેમ્બર 2020 ના રોજ એક ખાનગી સમારંભમાં અનસ સાથે લગ્ન કરી લીધા હતા. તેણે પોતાની લગ્નની તસવીરોને અચાનક જ ઇન્સ્ટા પર શેયર કરની લોકોને ચોંકાવી દીધા હતા

હાલમાં સના તેના પતિ સાથે વેકેશન મનાવવા માટે માલદીવ્સ ગઇ છે જ્યાંથી તે પોતાની સુંદર તસવીરોને સોશિયલ મીડિયા પર શેયર કરી રહી છે. આ ફોટોઝમાં તેના પતિ પણ જોવા મળી રહ્યા છે. ફોટોઝમાં તે પોતાના પતિ સાથે મસ્તીના મૂડમાં લાગી રહી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ આપણને સ્વિમિંગ પુલમાં પ્લાસ્ટિકના બતક પર બેસીને તરતી જોવા મળી રહી છે. ફોટોઝની સાથે સનાએ પોતાનો એક વીડિયો પણ શેયર કર્યો છે. આ વીડિયોમાં અનસ તેને પુછે છે કે, શું તમે મજા આવી રહી છે. ત્યારે બતક પર બેસેલી સના જવાબમાં કહે છે કે હાં મજા આવી રહી છે. જેવી તે પોતાની વાત પૂરી કરે છે કે તે પાણીમાં પડી જાય છે.

અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સનાના ફેન્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને શેયર કરતા સનાએ લખ્યુ કે. મારો ટાઇમિંગ તો જુઓ પાણીમાં પડવાનો. આ સિવાય પણ સનાએ પોતાની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે લંચ કરતી જોવા મળી રહી છે.

સનાએ ઇન્ડસ્ટ્રીને છોડી દીધી છે અને હવે તે એક હાઉસ વાઇફ બની ગઇ છે. અભિનેત્રીએ પોતાની બધી જ બોલ્ડ તસવીરોને સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. સના આપણને ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. જેમાં જય હો, હલ્લા બોલ અને વજહ તુમ હો જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

આ પણ વાંચો – Corona Vaccination: રસી વિશે લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓને દુર કરવા, આગામી અઠવાડીયે લોન્ચ કરાશે ટ્રેકીંગ પ્લેટફોર્મ

આ પણ વાંચો – Rajkot : 100 જેટલા ટ્રાન્સજેન્ડરોએ લીધી કોરોના વેક્સિન, અંધશ્રદ્ઘા છોડીને વેક્સિન લેવા કરી અપીલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati