Rajkot : 100 જેટલા ટ્રાન્સજેન્ડરોએ લીધી કોરોના વેક્સિન, અંધશ્રદ્ઘા છોડીને વેક્સિન લેવા કરી અપીલ

Mohit Bhatt

|

Updated on: Aug 12, 2021 | 7:38 PM

લક્ષ્ય ગ્રુપ સાથે જોડાયેલા ટ્રાન્સજેન્ડર ગોપીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે અને થર્ડ વેવની આગાહી પણ છે, ત્યારે લોકોએ ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ છોડીને રસીકરણ માટે આગળ આવવું જોઇએ.

Rajkot : 100 જેટલા ટ્રાન્સજેન્ડરોએ લીધી કોરોના વેક્સિન, અંધશ્રદ્ઘા છોડીને વેક્સિન લેવા કરી અપીલ
Corona Vaccine

Follow us on

રાજકોટ શહેરમાં અલગ અલગ તબક્કામાં કોરોના વેક્સિન (Corona Vaccine) લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટના ટ્રાન્સજેન્ડરો (Transgender) પણ વેક્સિન લેવામાં પાછળ નથી આજે તેમના દ્વારા પણ વેક્સિન લેવામાં આવી છે. આજે રાજકોટ શહેરમાં ટ્રાન્સજેન્ડર અને કિન્નરો મળીને કુલ 100 જેટલા લોકોએ વેક્સિન લીધી હતી.

રાજકોટ મહાનગર પાલિકાના (Rajkot Municipal Corporation) આરોગ્ય વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોએ આવીને વેક્સિન મૂકાવી હતી. બે મહિના પહેલા ટ્રાન્સજેન્ડરોના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી બીજો ડોઝ લેનાર કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રથમ ડોઝ પણ લીધો હતો.

અંધશ્રધ્ધા છોડી વેક્સિન ફરજીયાત મૂકાવો-લક્ષ્ય ગ્રુપ

આ અંગે લક્ષ્ય ગ્રુપ સાથે જોડાયેલા ટ્રાન્સજેન્ડર ગોપીએ કહ્યું હતું કે કોરોનાકાળમાં વેક્સિન શ્રેષ્ઠ ઉપાય છે અને થર્ડ વેવની આગાહી પણ છે, ત્યારે લોકોએ ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધાઓ છોડીને રસીકરણ માટે આગળ આવવું જોઇએ. વેક્સિનના બંન્ને ડોઝ લેવાને કારણે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે કોરોના સામે સુરક્ષિત છીએ. વધુમાં ગોપીએ કહ્યું હતુ કે લક્ષ્ય ગ્રુપ સાથે સંકળાયેલા મોટા ભાગના કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોએ વેક્સિન લઇ લીધી છે અને બાકી રહેલા પણ આગામી દિવસોમાં વેક્સિન લઇ લેશે.

આ અંગે સમાજ સુરક્ષા અધિકારી મિત્સુ વ્યાસે કહ્યું હતુ કે ટ્રાન્સજેન્ડર સમાજનો એક ભાગ છે અને તેઓનું રસીકરણ થાય તે પણ ખૂબ જરૂરી છે, ત્યારે લક્ષ્ય ગ્રુપ અને આરોગ્ય વિભાગના સહકારથી આ કાર્યક્રમ થઇ રહ્યો છે. અગાઉ 95 જેટલા ટ્રાન્સજેન્ડરોએ પ્રથમ ડોઝ લીધો હતો તે તમામ લોકોએ આજે બીજો ડોઝ લીધો છે, જ્યારે 100 જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે જેઓના બીજા ડોઝની સમય મર્યાદા આવ્યે ખાસ કેમ્પ રાખવામાં આવશે.

આ પણ વાંચો : દિકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ઉજવણી, આ વ્યક્તિએ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર પાંચ દિકરીઓને લીધી દત્તક

આ પણ વાંચો : Rajkot બનશે રેલ્વે ફાટક મુક્ત ,અટિકા અને ઢેબર રોડ ક્રોસિંગ પર બ્રિજ બનાવવાની વિચારણા

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati