AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan drugs case : આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવાઈ

NCB એ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન ખાનની ધરપકડ કરી હતી. આર્યનની સાથે NCB દ્વારા 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

Aryan Khan drugs case : આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવાઈ
Aryan Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 5:18 PM
Share

Aryan Khan : આર્યનખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ તમામ આરોપીઓએ હવે, આર્થર રોડ જેલમાં રહેવુ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે,  NCB એ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર દરોડા પાડીને આર્યન ખાન સહીતના આરોપીઓની ધરપકડ કરી હતી. 

ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પર કોર્ટે ફગાવી દીધી છે.એનસીબી આર્યન ખાન અને ક્રુઝ શિપ ડ્રગ રેઇડ કેસમાં અન્ય આરોપીઓને આર્થર જેલમાં લઈ જવાયા છે.

આર્યનના વકીલે કોર્ટમાં શું દલીલો આપી?

સતીશ માનશિંદેએ કોર્ટને જણાવ્યું કે, આર્યનની 2 રાત સુધી પૂછપરછ કરવામાં આવી નથી. તેમ છતાં, એનસીબી આર્યનની કસ્ટડી માંગી રહી છે. માનશિંદેએ કહ્યું કે, એનસીબી વારંવાર કહે છે કે તે મુખ્ય આરોપી સુધી પહોંચવા માંગે છે, પરંતુ ત્યાં સુધી આર્યનને બંધક બનાવી શકાય નહીં. આર્યન કેસ પહેલા અચિત કુમારના કેસની સુનાવણી થઈ. તેને 9 ઓક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આર્યનના નિવેદનના આધારે અચિતની ધરપકડ કરવામાં આવી હતી

ગૌરી ખાન આજે પોતાનો 51 મો જન્મદિવસ ઉજવી રહી છે. ગૌરીના જન્મદિવસે તેની પુત્રી સુહાનાએ તેની સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સુહાનાએ શાહરૂખ અને ગૌરીની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

ગુરુવારે રિતિક રોશને સોશિયલ મીડિયા પર આર્યન ખાનના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ઘણા સેલેબ્સે તે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી.  તેની પોસ્ટ વાંચ્યા બાદ સુહાના ખાન પોતાની જાતને રોકી શકી નહીં અને તેણે તેના પર પ્રતિક્રિયા આપી. સુહાનાએ રિતિકની પોસ્ટ પર કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ તેણે આ પોસ્ટને લાઇક જરૂર કરી.

બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બુધવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈ કિનારે ક્રુઝ શિપ પર એનસીબીનો 2 ઓક્ટોબરનો દરોડો “નકલી” હતો અને તે દરમિયાન કોઈ માદક પદાર્થ મળ્યો ન હતો. પાર્ટીએ દરોડા દરમિયાન NCB ટીમ સાથે બે લોકોની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમાંથી એક ભારતીય જનતા પાર્ટી (BJP) નો સભ્ય હતો.

કોણ છે આર્યન ખાનના વકીલ Satish Maneshinde?

Satish Maneshinde હાઈ પ્રોફાઈલ કેસમાં નવા આવેલા નથી. આ પહેલા પણ તે ઘણા બોલિવૂડ સ્ટાર્સના બચાવમાં કેસ લડી ચૂક્યા છે. 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્ત (Sanjay Dutt)ના બચાવમાં આવેલા વકીલોની ટીમમાં Satish Maneshinde પણ હતા. ખૂબ જ ગંભીર આરોપ હોવા છતાં તે સંજય દત્તને જામીન અપાવવામાં સફળ રહ્યો હતો. ત્યારથી તેમનું નામ હાઈ પ્રોફાઈલ કેસમાં દેશના સૌથી પ્રખ્યાત વકીલોમાંનું એક બની ગયું છે

આ પણ વાંચો : World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

g clip-path="url(#clip0_868_265)">