AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: રિયાલિટી શો ‘બિગ બોસ’ના સેટ પર લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'માં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. હાલ 4 ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Mumbai: રિયાલિટી શો 'બિગ બોસ'ના સેટ પર લાગી આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે
Salman Khan (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 4:16 PM

Mumbai : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના (Salman Khan) રિયાલિટી શો ‘બિગ બોસ(Bigg Boss) માં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ‘બિગ બોસ’ના સેટ પર આગ લાગ્યા બાદ 4 ફાયર ગાડીઓ(Fire Brigade)  ઘટનાસ્થળે પહોંચી છે. જો કે બિગ બોસના સેટમાં આગ શા માટે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર ફાઈટર આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સેટ પર આગ લાગ્યા બાદ ભારે હંગામો મચી ગયો

સલમાન ખાનના શો બિગ બોસની 15મી સીઝનનો (Bigg Boss 15 Finale) ફિનાલે થોડા સમય પહેલા થયો હતો. આ ફિનાલેનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું, જેમાં બિગ બોસ 15ના તમામ સ્પર્ધકો સામેલ થયા હતા.બિગ બોસના સેટ પર આગ લાગ્યા બાદ ભારે હંગામો મચી ગયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને હાલ આગ ઓલવવા કામગીરી શરૂ કરી છે.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

બિગ બોસ 15 માં જોવા મળ્યા હતા આ સેલેબ્સ

‘બિગ બોસ 15’ વિશે વાત કરીએ તો, તેમાં કરણ કુન્દ્રા, સિમ્બા નાગપાલ, નિશાંત ભટ્ટ, શમિતા શેટ્ટી, રશ્મિ દેસાઈ અને તેજસ્વી પ્રકાશ જેવી હસ્તીઓએ જોવા મળી હતી. શોમાં ત્રણ મહિનાથી વધુ સમય વિતાવ્યા પછી, તેજસ્વી પ્રકાશે બિગ બોસ ટ્રોફી જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે, તેજસ્વીને એકતા કપૂરની લોકપ્રિય ‘નાગિન 6’ની નવી સીઝનમાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક પણ મળી છે.

બિગ બોસ 15માં મેકર્સે ઘણું અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ શો શરૂ થાય તે પહેલા, Voot એપ પર બિગ બોસ OTTના નામે છ અઠવાડિયા સુધી એક શો ચલાવવામાં આવતો હતો.આ શોમાં શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, ઉર્ફી જાવેદ, નેહા ભસીન જેવા સેલેબ્સે ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે દિવ્યા અગ્રવાલ OTT શોની વિજેતા બની હતી.

આ પણ વાંચો :  VIDEO: સલમાન ખાને ખાસ રીતે લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું આ આઈકોનિક સોંગ

આ પણ વાંચો : World Radio Day: રેડિયોમાં મળેલી સફળતાએ મને અહેસાસ કરાવ્યો કે હું એન્ટરટેનર બની શકું છુંઃ આયુષ્માન ખુરાના

g clip-path="url(#clip0_868_265)">