83 FLOP : ફિલ્મ 83 બોક્સ ઓફિસ પર ફ્લોપ જતા રણવીર સિંહની ફીને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ 83 બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે. જેના કારણે રણવીરસિંહને ભારે નુકસાન ભોગવવું પડશે.
રણવીર સિંહ (ranveer singh) અને દીપિકા પાદુકોણ (deepika padukone) સ્ટારર ફિલ્મ 83 ની (83)રિલીઝ પહેલા માત્ર મેકર્સ જ નહિ પરંતુ દર્શકોને પણ આશા હતી કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મથી રણવીરને મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી આ ફિલ્મે ભારતમાં માત્ર 58 કરોડનો જ બિઝનેસ કર્યો છે.
ફીમાં થશે ઘટાડો 83 ફિલ્મ રીલિઝ થાય તે પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ ફિલ્મ 2021ની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાના પગથિયાં ચડશે જ્યારે મેકર્સને પણ આશા હતી કે આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ થશે. પરંતુ તમામ દાવાઓ અને અપેક્ષા હોવા છતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઇ છે.
આટલું જ નહીં આ ફિલ્મને ફ્લોપ ગણાવવામાં આવી રહી છે અને સૌથી વધુ નુકસાન ફિલ્મના લીડિંગ સ્ટાર રણવીર સિંહનર થયું છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર. હવે રણવીરની ફીમાં ઘટાડો કરવામાં આવશે. જ્યારે થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તાજેતરના ટ્રેક રેકોર્ડ અને તેના સતત વધતા ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખીને રણવીર ડબલ ફિગરમાં ફી ચાર્જ કરવા જઈ રહ્યો છે.
ફિલ્મ 83 માટે રણવીર સિંહે મેકર્સ પાસે 20 કરોડની ફી ઉપરાંત પ્રોફિટમાં હિસ્સો માંગ્યો છે, પરંતુ જે રીતે ફિલ્મ ફ્લોપ થઈ, તેને ફી પણ ચૂકવવાના વાંધા પડી ગયા છે. 250 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માત્ર 58 કરોડની નજીક પહોંચી શકી હતી.
મુગલે આઝમ જેવી ફિલ્મો સાથે સરખામણી જે રીતે ફિલ્મ 83નું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું અને ફિલ્મ સ્ટાર્સથી લઈને ક્રિકેટ સ્ટાર્સ સુધીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે જોઈને એવું માનવામાં આવતું હતું કે ફિલ્મ સુપરહિટ થશે.જ્યારે ઈન્ડસ્ટ્રીના એક મોટા વર્ગને લાગ્યું કે આ એક શાનદાર ફિલ્મ છે. ઘણા લોકોએ આ ફિલ્મની સરખામણી ‘શોલે’ અને ‘મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મો સાથે કરી હતી પરંતુ આ સરખામણી આ હિટ ફિલ્મોની નજીક પહોંચી શકી નથી.
ફિલ્મ ફ્લોપ થવા પાછળનું કારણ ઓમિક્રોન 83ના ફ્લોપનું કારણ માત્ર સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા કે હોલીવુડની ફિલ્મ સ્પાઈડર મેન નો વે હોમ જ નથી પરંતુ દેશમાં વધી રહેલા ઓમિક્રોન વાયરસનો ડર પણ છે. આ પણ એક કારણ છે કે લોકો થિયેટરમાં જઈને જોખમ લેવા માંગતા નથી અને જેઓ જઈ રહ્યા છે તેઓ પુષ્પા અને સ્પાઈડર મેન નો વે હોમ જોવામાં રસ દાખવી રહ્યા છે.
આ પણ વાંચો : કૃષ્ણા અભિષેક, ગુરુ રંધાવા સાથે કરશે ફ્લર્ટ? સાંભળતા જ ચોંકી ગઈ નોરા ફતેહી
આ પણ વાંચો : Photos: ન્યૂ યર સ્પેશિયલ એપિસોડમાં સાથે જોવા મળશે સ્ટાર્સ, ભારતી સિંહ, નિક્કી તંબોલી, શિવાંગી જોશી કરશે પરફોર્મ