દીપિકા-અનુષ્કાના કપડા ડિઝાઇન કરી ચુકી છે મિસ યુનિવર્સ Harnaaz Sandhuની ડિઝાઈનર સેક્સ ચેન્જ કરાવ્યા બાદ સ્વપ્નિલથી બની હતી સાયશા શિંદે

|

Dec 15, 2021 | 6:57 AM

Harnaaz Kaur Sandhu Designer Siasha Shinde: મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ સંધુનું ગાઉન જાણીતી ડિઝાઈનર સાયશા શિંદે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાયશાએ આ વર્ષે તેનું સેક્સ ચેન્જ કરાવ્યું હતું.

દીપિકા-અનુષ્કાના કપડા ડિઝાઇન કરી ચુકી છે મિસ યુનિવર્સ Harnaaz Sandhuની ડિઝાઈનર સેક્સ ચેન્જ કરાવ્યા બાદ સ્વપ્નિલથી બની હતી  સાયશા શિંદે
File photo

Follow us on

આખરે 21 વર્ષ બાદ ભારતે મિસ યુનિવર્સનો (Miss Universe 2021)ખિતાબ જીત્યો છે. ચંદીગઢની 21 વર્ષીય હરનાઝ કૌર સંધુએ આ ખિતાબ જીત્યો છે. હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતવાનો શ્રેય પોતાની ટીમને આપ્યો છે. હરનાઝે ફાઇનલમાં જે ગાઉન પહેર્યું હતું તે ડિઝાઇનર સાયશા શિંદે (Saisha Shinde) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સૈયશા એક ટ્રાન્સવુમન છે. તેણે જાન્યુઆરી 2021માં સેક્સ ચેન્જ કરાવ્યું હતું. તેણે પોતે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી.

સાયશા શિંદેનું સાચું નામ સ્વપ્નિલ શિંદે છે. સેક્સ ચેન્જ કર્યા બાદ તેણે લખ્યું હતું કે, ‘NIFTમાં મારા શરૂઆતના દિવસો હતા. 20 વર્ષની ઉંમરે મને મારું સત્ય સ્વીકારવાની હિંમત મળી. હું ખરેખર ખુશ છું. મેં શરૂઆતના થોડા વર્ષો મારી જાતને ગે માનતા વિતાવ્યા હતા. મને પુરુષો પ્રત્યે આકર્ષણ હતું. પરંતુ આજથી 6 વર્ષ પહેલા મને મારા વિશે ખબર પડી કે હું ગે નથી. હું એક ટ્રાન્સવુમન છું. હું તમને બધાને કહેવા માંગુ છું કે હું ગે નથી, હું એક ટ્રાન્સવુમન છું.

હરનાઝ સંધુને આ રીતે પાઠવી શુભેચ્છા 
મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ સાયેશા શિંદેએ હરનાઝ સંધુને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા હતા. હરનાઝનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ તેણે લખ્યું, ‘અમે કરી બતાવ્યું. હું તમને મળવા બેચેન છું.’હરનાઝ પહેલા સાયશાએ દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, અનુષ્કા શર્મા, હિના ખાન જેવા સેલેબ્સ માટે આઉટફિટ ડિઝાઇન કર્યા છે.’

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કંઈક આવું હતું ફાઇનલમાં હરનાઝનું  ગાઉન
ફાઇનલ રાઉન્ડમાં હરનાઝે બેઝ અને સિલ્વર કલરનું ગાઉન પહેર્યું હતું. ફાઇનલ રાઉન્ડમાં હરનાઝના ગાઉનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. હરનાઝે વિજેતાની જાહેરાત કરતી વખતે સિલ્વર ગાઉન પહેર્યું હતું. તેને વિજેતાનું પ્રતીક પણ માનવામાં આવે છે.

મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ હરનાઝે કહ્યું, ‘મિસ દિવા ઓર્ગેનાઈઝરે મને ખૂબ સપોર્ટ કર્યો. મારી નેશનલ ડાયરેક્ટર નતાશા ગ્રોવર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એમડી વિનીત જૈને હંમેશા મને સપોર્ટ કર્યો છે. પરિવાર સાથે જો તમારી ટીમ સપોર્ટ કરે છે, તો બધું શક્ય છે.

તમને જણાવી દઈએ કે, મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુએ અત્યાર સુધીનો સૌથી મોંઘો તાજ પહેર્યો છે. આ તાજની કિંમત 5 મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણ અનુસાર 37,8790,000 રૂપિયા એટલે કે 37 કરોડ રૂપિયાથી વધુ હશે.

આ તાજ પ્રકૃતિ, શક્તિ, સુંદરતા, સ્ત્રીત્વ અને એકતાથી પ્રેરિત છે. આ તાજ 18 કેરેટ સોના, 1770 હીરામાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં મધ્યભાગમાં 62.83 કેરેટ વજનનો શિલ્ડ-કટ ગોલ્ડન કેનરી ડાયમંડ છે. તાજમાં પાંદડા, પાંખડીઓ અને વેલાની રચના સાત ખંડોના સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો : Miss Universe 2021: હરનાઝે 1170 હીરા જડેલા 37 કરોડનો પહેર્યો તાજ, જાણો મિસ યુનિવર્સ બનવા પર શું મળશે ?

આ પણ વાંચો : Viral Video: પોતાના નાના ભાઈ-બહેનની મદદ કરતા બાળકે બધાનું મન મોહી લીધું, જૂઓ વીડિયો

Next Article