સુપરહિટ RRR: વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર ઈતિહાસ સર્જનાર પ્રથમ ભારતીય નિર્દેશક બન્યા SS રાજમૌલી

|

Apr 12, 2022 | 8:12 AM

રાજામૌલીની બાહુબલી (Baahubali) અને RRR જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. બાહુબલીએ પહેલા બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ (Box office Record) તોડ્યા હતા અને હવે તેની ફિલ્મ RRR ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે.

સુપરહિટ RRR:  વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર ઈતિહાસ સર્જનાર પ્રથમ ભારતીય નિર્દેશક બન્યા SS રાજમૌલી
S S Rajamouli (File Photo)

Follow us on

એસ એસ રાજમૌલીની (S. S. Rajamouli)તાજેતરની મેગ્નમ ઓપસ RRR એ તેની વિશ્વવ્યાપી રિલીઝના (RRR Release) માત્ર 16 દિવસમાં 1000 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ‘RRR’ અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે અને બીજી તરફ રાજમૌલી, વિશ્વભરની ટોચની 10 ભારતીય ફિલ્મોની યાદીમાં ત્રણ ફિલ્મો પોતાના નામે કરી છે, જે દેશના અન્ય દિગ્દર્શકો (Director Rajamouli)કરતાં વધુ છે. રસપ્રદ વાત એ છે કે, એસએસ રાજામૌલી વિશ્વભરમાં બોક્સ ઓફિસ ઇતિહાસ રચનારા એકમાત્ર ભારતીય નિર્દેશક છે જેમની બેક ટુ બેક બે ફિલ્મો ‘બાહુબલી 2’ અને ‘RRR’ 1000 કરોડની ક્લબમાં પ્રવેશી છે.

તમને જણાવી દઈએ કે, જુનિયર એનટીઆર(Junior NTR)  અને રામ ચરણ (Ram Caran) અભિનીત ‘RRR’ એક કાલ્પનિક પીરિયડ ડ્રામા ફિલ્મ છે જે 20મી સદીની શરૂઆતના બે ભારતીય સ્વતંત્રતા સેનાનીઓની આસપાસ ફરે છે. આ ફિલ્મની તેની વિશાળ સિનેમેટિક લાગણી, એક્શન અને ડ્રામા માટે પ્રશંસા કરવામાં આવી હતી અને યુકે જેવા વિદેશી બજારોમાં પણ પ્રભુત્વ ધરાવે છે જ્યાં ભારતીય પરંપરાગત ફિલ્મો સામાન્ય રીતે સારી કામગીરી કરતી નથી.

‘બાહુબલી 2’ અને ‘RRR’ની ઐતિહાસિક સફળતા

‘RRR’ને તેના જબરદસ્ત VFX માટે પણ પ્રશંસા મળી છે. સમગ્ર વિશ્વમાં ‘બાહુબલી 2’ અને ‘RRR’ની ઐતિહાસિક સફળતાએ સાબિત કરી દીધું છે કે ફિલ્મ નિર્માતા રાજમૌલી ભારતીય સુપરહીરો, ભારતીય પૌરાણિક કથાઓ અને ભારતીય ઐતિહાસિક વિષયો પર આધારિત ફિલ્મો બનાવવામાં કેવી નિપુણતા ધરાવે છે. એસએસ રાજમૌલીએ ભારતીય સિનેમામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેથી ફિલ્મના મુખ્ય પાત્રો કરતાં વધુ ટિકિટ વેચનાર અને સતત બોક્સ ઓફિસ પાવર સાથે જોડાયેલો હોય તેવા ફિલ્મમેકરને મળવું અસામાન્ય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જાણો એસએસ રાજામૌલીનું શું કહેવું છે ?

આ અંગે એસએસ રાજમૌલી કહે છે, વાર્તાકારની સૌથી મોટી જરૂરિયાત તેની વાર્તા સાંભળવા માટે મહત્તમ શ્રોતાઓ હોય છે. હું ખૂબ જ ખુશ છું કે મારી પાસે માત્ર એક નહીં પરંતુ બે ફિલ્મો છે જેને આ પ્રકારનો આવકાર મળ્યો છે અને 1000 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો છે. ‘બાહુબલી 2’ અને ‘RRR’ બંનેની સફળતાએ પુનરોચ્ચાર કર્યો છે કે માનવીય લાગણીઓ પર આધારિત ફિલ્મ ભૌગોલિક સીમાઓને પાર કરી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Lata Mangeshkar Award: પ્રથમ લતા મંગેશકર સન્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે, મંગેશકર પરિવારે કરી જાહેરાત

Next Article