અનન્યા પાંડે સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે, ઈશાન ખટ્ટરની આ નવી બાઈકની કિંમત જાણીને ઉડી જશે હોશ

Ananya Pandey : શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટરે તાજેતરમાં જ ટ્રાયમ્ફ બોનેવિલે સ્પીડ ટ્વીન બાઇક ખરીદી છે, જેની કિંમત જાણીને તમને આંચકો લાગી શકે છે. આ બાઇક અદ્ભુત સુવિધાઓથી ભરેલી છે.

અનન્યા પાંડે સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે, ઈશાન ખટ્ટરની આ નવી બાઈકની કિંમત જાણીને ઉડી જશે હોશ
Ananya Pandey & Ishaan Khattar (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 11, 2022 | 11:52 PM

યંગ એક્ટર ઈશાન ખટ્ટર, (Ishaan Khattar) જેણે ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં તેના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. ઈશાન ખટ્ટર ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડ જાહન્વી કપૂર (Jahnvi Kapoor) સાથે ફિલ્મ ‘ધડક’માં જોવા મળ્યો હતો. ઈશાન ખટ્ટરનો તેની ડેબ્યુ ફિલ્મમાં જ આટલો શાનદાર અભિનયને જોઈને ફિલ્મ ક્રિટીક્સ તેને લાંબી રેસનો ઘોડો જાહેર કર્યો હતો. તે તાજેતરમાં જ સ્ટાઇલિશ ટ્રાયમ્ફ બોનેવિલે સ્પીડ ટ્વીનનો ગૌરવપૂર્ણ માલિક બન્યો છે. ઈશાન ખટ્ટર આજકાલ તેની ગર્લફ્રેન્ડ અનન્યા પાંડે (Ananya Pandey) સાથે તેના બ્રેકઅપના સમાચારોથી સતત સમાચારોમાં ચમકી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

શા માટે ઈશાન ખટ્ટરની નવી બાઈક છે આટલી મોંઘી ??

ઈશાન ખટ્ટરની નવી બાઈકની ઓન-રોડ કિંમત 13 લાખ રૂપિયા છે. અમે તમને જણાવી દઈએ કે, આ બાઈક લિક્વિડ-કૂલ્ડ, 1200cc એન્જિન, અંડર-સીટ યુએસબી ચાર્જિંગ સોકેટ્સ અને એન્જિન ઈમોબિલાઈઝર જેવી આકર્ષક સુવિધાઓથી ભરેલી છે.

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

ઈશાને તેની નવી ટ્રાયમ્ફ બોનેવિલે સ્પીડ ટ્વીનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે તેની બાઇક પર બેસીને સ્વેગર લાગતો હતો. બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ ડેનિમમાં સજ્જ, સ્ટાર કિડ તેનો જલવો દર્શાવી રહ્યો હતો. તેણે તેની આ પોસ્ટને કેપ્શન આપ્યું કે, ‘મારા નવા પ્રેમ સાથે, સ્પીડી ગોન્ઝાલ્સ.’

શાહિદ કપૂરે ઈશાનને હેલ્મેટ ગિફ્ટ કરી

ઈશાનના મોટા ભાઈ શાહિદ કપૂરે આ પોસ્ટ પર ટિપ્પણી કરી. અભિનેતા, જે હવે પછી ‘જર્સી’માં જોવા મળશે, તેણે લખ્યું કે, “મુંબઈ શહેરના આ નવા બાઇકર છોકરાને જુઓ.” તેણે ધડક સ્ટારને હેલ્મેટ પણ ભેટમાં આપી હતી. શાહિદની ટિપ્પણીનો જવાબ આપતા ઈશાને લખ્યું કે, “હેલ્મેટ OG માટે આભાર.’ આ ઉપરાંત, મૃણાલ ઠાકુર, સિદ્ધાંત ચતુર્વેદી અને અન્ય સેલેબ્સે પણ અભિનેતાને તેમના ગેરેજમાં નવી બાઇક ઉમેરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

ઈશાન અને અનન્યાનું બ્રેકઅપ ‘ટોક ઓફ ધ ટાઉન’

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

ઈશાન ખટ્ટર તાજેતરમાં અનન્યા પાંડે સાથેના તેના બ્રેકઅપની અફવાઓ ઇન્ટરનેટ પર આવ્યા બાદ લાઈમલાઈટમાં છવાઈ ગયો હતો. જ્યારે આ બંને બી-ટાઉન સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, ત્યારે બોલીવુડમાં એવી અફવાઓ અત્યારે સ્પષ્ટપણે ચાલી રહી છે કે તેઓ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી અલગ થઈ ગયા છે.

અનન્યા અને ઈશાને ઑક્ટોબર 2020માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખાલી પીલી’માં સાથે કામ કર્યું હતું. જો કે, આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે લોકોએ તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી માટે વખાણ પણ કર્યા હતા.

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

વર્ક ફ્રન્ટ પર શું ચાલી રહ્યું છે ?

ઈશાન ખટ્ટર પાસે હાલમાં 2 આકર્ષક પ્રોજેક્ટ છે – ‘ફોન ભૂત’ અને ‘પીપ્પા’. ફોન ભૂતમાં તે કેટરિના કૈફ અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. જયારે શાહિદ કપૂર સાથે ‘જર્સી’માં મુખ્ય ભૂમિકા ભજવનાર મૃણાલ ઠાકુર પીપ્પામાં ઈશાન સાથે જોવા મળશે.

શું તમને ઈશાન ખટ્ટરની આ નવી બાઈક પસંદ પડી છે ?? નીચે કમેન્ટ સેક્શનમાં જઈને અમને જણાવશો …..

આ પણ વાંચો – New Film: વરુણ ધવન અને જ્હાનવી કપૂર પેરિસમાં ‘બવાલ’નું કરશે શૂટિંગ, જાણો સંપૂર્ણ વિગતો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati