RRR Movie Release Date : મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘RRR’ની નવી રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે આવી રહી છે સિનેમાઘરોમાં
હિન્દી સિનેમાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'RRR'ની રિલીઝ ડેટ કોરોનાના કારણે પહેલ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, આલિયા ભટ્ટ, જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે.
હિન્દી સિનેમાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘RRR’ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgn), આલિયા ભટ્ટ (Alia Bhatt), જુનિયર એનટીઆર (Junior NTR) અને રામચરણ (Ramcharan) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પહેલા 7 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.
આ દિવસે રિલીઝ થશે RRR
હવે ફિલ્મના નિર્માતાઓએ નવી રિલીઝ ડેટ જાહેર કરી છે તેમ છતાં હજી પણ તે કન્ફર્મ નથી કારણ કે જાહેરાતમાં બે તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓફિશિયલ ટ્વીટમાં આપેલી જાણકારી અનુસાર, ફિલ્મ માટે 2 તારીખો નક્કી કરવામાં આવી છે. જો કોરોનાના કેસ માર્ચ પહેલા ઘટી જાય છે તો ફિલ્મ 18 માર્ચના રોજ થિયેટર્સમાં આવશે અને જો ત્યાં સુધી પરિસ્થિતીમાં સુધારો નથી આવતો તો ફિલ્મ 28 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે.
#RRRMovie on March 18th 2022 or April 28th 2022. 🔥🌊 pic.twitter.com/Vbydxi6yqo
— RRR Movie (@RRRMovie) January 21, 2022
ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી
ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખતા નિર્માતાઓએ અગાઉ કહ્યુ હતુ કે ઓમિક્રોનના (Omicron Virus) કેસ વધવાને કારણે ઘણા રાજ્યોમાં થિયેટર બંધ કરી દેવામાં આવ્યા છે. તેવામાં આ ફિલ્મ રિલીઝ કરવી યોગ્ય નથી.
Keeping the best interests of all the involved parties in mind, we are forced to postpone our film. Our sincere thanks to all the fans and audience for their unconditional love. #RRRPostponed #RRRMovie pic.twitter.com/JlYsgNwpUO
— RRR Movie (@RRRMovie) January 1, 2022
RRR એક કાલ્પનિક વાર્તા છે જે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાનીઓ પર આધારિત છે
દિગ્દર્શક એસએસ રાજામૌલીની ‘RRR’ બે તેલુગુ સ્વાતંત્ર્ય સેનાની, અલુરી સીતારામ રાજુ અને કોમારામ રાજુની કાલ્પનિક વાર્તા દર્શાવે છે, જે રામ ચરણ અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવી છે. ડીવીવી દાનૈયા દ્વારા નિર્મિત આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ ઉપરાંત, આરઆરઆરમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ, રે સ્ટીવેન્સન, એલિસન ડુડી, ઓલિવિયા મોરિસ, શ્રિયા સરન અને સમુતિરાકાની પણ સહાયક ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એમએમ કીરવાનીએ આપ્યું છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ પહેલા શાહિદની ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો –
Mouni Roy Wedding : કોરોના રિપોર્ટ વિના ‘નો એન્ટ્રી’, અભિનેત્રી મૌની રોયે તેના મહેમાનો પાસે માંગ્યો RT-PCR રિપોર્ટ
આ પણ વાંચો –
Video : સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, જોઈને ફેન્સ થયા ભાવુક
આ પણ વાંચો –