Mouni Roy Wedding : કોરોના રિપોર્ટ વિના ‘નો એન્ટ્રી’, અભિનેત્રી મૌની રોયે તેના મહેમાનો પાસે માંગ્યો RT-PCR રિપોર્ટ

મૌની રોયના લગ્નની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ કપલે મહેમાનોને લગ્નમાં RT-PCR સાથે રાખવા જણાવ્યુ છે.

Mouni Roy Wedding : કોરોના રિપોર્ટ વિના 'નો એન્ટ્રી', અભિનેત્રી મૌની રોયે તેના મહેમાનો પાસે માંગ્યો RT-PCR રિપોર્ટ
Actress Mouni Roy (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 4:58 PM

Mouni Roy Wedding : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય (Mouni Roy) તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. લગ્નની તૈયારીને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનસાર મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન ગોવામાં થશે, જ્યાં રોમેન્ટિક અંદાજમાં  27 જાન્યુઆરીએ આ કપલ લગ્નના બંધનમાં બંધાશે.

મૌની રોયના લગ્ન માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે કોરોનાના ત્રીજી લહેરને પગલે સતર્કતા રાખવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, લગ્નમાં આવનારા મહેમાનો માટે વિશેષ નોટ જાહેર કરવામાં આવી છે. અહેવાલો મુજબ, મૌની રોયે તેના મહેમાનોને કોરોના રિપોર્ટ સાથે રાખવા જણાવ્યુ છે.

મૌની રોયે ‘ડ્રીમ વેડિંગ’પર કોરોનાનું ગ્રહણ

ન્યૂઝ18ના રિપોર્ટ અનુસાર, કોવિડના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અભિનેત્રીએ ગેસ્ટ લિસ્ટમાંથી ઘણા લોકોના નામ હટાવી દીધા છે. સાથે જ લગ્નમાં આવનારા મહેમાનો પાસેથી RT-PCR રિપોર્ટ પણ માંગવામાં આવશે, જો રિપોર્ટ નેગેટિવ હશે તો જ લગ્ન સ્થળ પર આવવાની મંજૂરી આપવામાં આવશે. અહેવાલો મુજબ, મૌની લગ્ન બાદ મુંબઈમાં ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે તેના લગ્નનું રિસેપ્શન યોજશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મૌની રોયના લગ્નનું ફંક્શન બે દિવસ ચાલશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌની રોયના લગ્નનુ ફંક્શન બે દિવસ ચાલશે. આ દરમિયાન લગ્ન પહેલાની વિધિઓનું પણ પૂરી કરવામાં આવશે. 26 જાન્યુઆરીથી લગ્નોત્સવનો પ્રારંભ થશે. તેમજ 27 જાન્યુઆરીએ મૌની અને સૂરજના લગ્નના બંધનમાં બંધાઈ જશે. તમને જણાવી દઈએ કે, લગ્ન માટે મૌની રોય અને સૂરજ નામ્બિયારે સાઉથ ગોવામાં એક ફાઇવ સ્ટાર હોટેલ બુક કરાવી છે. જેથી મહેમાનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો : Video : સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ, જોઈને ફેન્સ થયા ભાવુક

g clip-path="url(#clip0_868_265)">