Padma Awards 2023: ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની આ હસ્તીઓનું પદ્મ એવોર્ડથી થશે સન્માન, જાણો કોના નામ છે સામેલ

|

Jan 25, 2023 | 11:07 PM

પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ ભારતના આ મોટા સન્માનના વિજેતાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના આ મોટા સન્માન માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની પણ ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે.

Padma Awards 2023: ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની આ હસ્તીઓનું પદ્મ એવોર્ડથી થશે સન્માન, જાણો કોના નામ છે સામેલ
Raveena Tandon and MM Keeravani
Image Credit source: File Image

Follow us on

Padma Awards 2023: ભારતના સૌથી મોટા સન્માન પદ્મ એવોર્ડ 2023ના વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષે 106 લોકોનું પદ્મ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. જેમાં મનોરંજન જગતના પણ ઘણા નામ સામેલ છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ ભારતના આ મોટા સન્માનના વિજેતાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના આ મોટા સન્માન માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની પણ ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે. આ લિસ્ટમાં બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન, મ્યૂઝિક કમ્પોઝર એમએમ કીરાવણી જેવા નામ છે. જેમને પદ્મ સન્માનથી નવાજવામાં આવશે.

રવીના ટંડન

બોલીવુડની જાણીતી અભિનેત્રી રવિના ટંડનનું પદ્મ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. કલાના ક્ષેત્રમાં યોગદાન માટે રવીના ટંડનને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. તમને જણાવી દઈએ કે રવિના ટંડને બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેમની મોટાભાગની ફિલ્મો મોટા પડદે સુપર હિટ સાબિત થઈ છે. તાજેત્તરમાં અભિનેત્રી વેબસિરીઝમાં પણ જોવા મળી છે.

એમ એમ કીરાવાણી

જાણીતા મ્યુઝિક કમ્પોઝર એમએમ કીરાવાણીને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે RRR ફિલ્મના તેમના સોન્ગ નાટુ-નાટુને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવશે. ત્યારે આ પહેલા આ સોન્ગને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો છે. હવે એમ એમ કીરાવાણીને દેશનો મોટો એવોર્ડ પણ મળશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

આ પણ વાંચો: સ્વ. બાલકૃષ્ણ દોશી અને હેમંત ચૌહાણ સહિત 8 ગુજરાતીઓને પદ્મ એવોર્ડની જાહેરાત

ઝાકિર હુસૈન

પદ્મ સન્માન 2023 માટે તબલા વાદક અને મ્યૂઝિક કમ્પોઝર ઉસ્તાદ ઝાકિર હુસૈનના નામને પણ પસંદ કરવામાં આવ્યું છે. કલાના ક્ષેત્રમાં તેમનું મોટુ યોગદાન રહ્યું છે. જેના માટે તેમને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા પણ ઝાકિર હુસૈનને આ મોટુ સન્માન મળી ચૂક્યુ છે. વર્ષ 1998માં પદ્મશ્રી અને 2002માં તેમને પદ્મ ભૂષણ પણ મળ્યો હતો.

અન્ય આ ક્ષેત્રના લોકોને પણ મળશે પદ્મ એવોર્ડ

આ સિવાય કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ મળ્યો છે. જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવામાં આવી રહ્યું છે. ડૉ. નલિની પાર્થસારથીને પદ્મશ્રી અને ચિન્ના જીયાર સ્વામીજીને પણ પદ્મ ભૂષણ મળ્યું છે. તેઓ રામાનુજમ સંપ્રદાયના આધ્યાત્મિક વડા છે.9 એવોર્ડ વિજેતા મહિલાઓ છે. વિદેશીઓ/એનઆરઆઈ/પીઆઈઓ/ઓસીઆઈ કેટેગરીની યાદીમાં 2 અને 7 લોકોને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવશે.

Next Article