પોલીસ સમક્ષ હાજર થયો રેપર બાદશાહ, સટ્ટાબાજીની એપ અને આઈપીએલ સાથે જોડાયેલો છે મામલો
રેપર બાદશાહ પોલીસ સમક્ષ હાજર થયો. આજે મહારાષ્ટ્ર સાયબર ઓફિસમાં રેપર બાદશાહ જોવા મળ્યો હતો. રેપર બાદશાહ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે. વાયકોમ 18 નેટવર્કે રેપર બાદશાહ અને બોલિવુડ અભિનેતા સંજય દત્ત સહિત અન્ય 40 કલાકારો સામે એફઆઈઆર નોંધાવી હતી.
રેપર અને ગાયક બાદશાહ ઘણીવાર તેના શાનદાર ગીતો અને બેબાક નિવેદનો માટે લાઈમલાઈટમાં રહે છે. પરંતુ આ વખતે બાદશાહ મુસીબતોથી ઘેરાઈ જવાને કારણે લાઈમલાઈટમાં આવ્યો છે. બોલિવુડના ફેમસ રેપર બાદશાહ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે એટલે કે 30 ઓક્ટોબર 2023ના રોજ મહારાષ્ટ્ર સાયબર ઓફિસમાં રેપર બાદશાહ જોવા મળ્યો હતો.
વાયકોમ 18 નેટવર્કે ફેરપ્લે નામની સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ જોવાનો પ્રચાર કરવા બદલ રેપર બાદશાહ અને બોલિવુડ અભિનેતા સંજય દત્ત સહિત અન્ય 40 કલાકારો સામે એફઆઈઆર નોંધાવી હતી.
રેપર બાદશાહ વિરુદ્ધ થઈ એફઆઈઆર
વાયકોમ 18 પાસે ક્રિકેટ મેચો સ્ટ્રીમ કરવા માટે આઈપીઆર હતું. પરંતુ મીડિયા નેટવર્કે દાવો કર્યો છે કે આ કલાકારોએ ફેરપ્લે એપ પર ટૂર્નામેન્ટનો પ્રચાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ફેરપ્લે એપ મહાદેવ એપથી જોડાયેલી છે, જેને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે.
મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઈડીની પૂછપરછ
મળતી જાણકારી મુજબ થોડા દિવસો પહેલા ઈડીએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં બોલિવુડ સ્ટાર્સ પર કાર્યવાહી કરી હતી. આ કેસમાં ઘણા મોટા સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું હતું કે આ મામલામાં સૌથી પહેલા એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને રાયપુરની પ્રાદેશિક કચેરીમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ પછી હુમા કુરેશી, કપિલ શર્મા, હિના ખાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની કરવામાં આવી હતી પૂછપરછ
ઈડી અધિકારીઓએ જણાવ્યું હતું કે રણબીર કપૂરે આ એપની જાહેરાત કરી હતી જેના માટે તેને મોટી રકમ મળી હતી. આ નાણાં કથિત રીતે ગુના દ્વારા મેળવવામાં આવ્યા હતા. આ સિવાય આ તમામ સ્ટાર્સ એપ માલિકના લગ્નમાં હાજરી આપી હતી અને તેમને લગ્નમાં પરફોર્મ કરવા માટે પૈસા પણ મળ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિગ બોસ 17: ઈશા માલવિયા અને અભિષેક કુમાર બંને છે ફેક, બિગ બોસમાં જતા પહેલા ગુસ્સે થયો સમર્થ જુરેલ