AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષ્ણા અભિષેક, ગુરુ રંધાવા સાથે કરશે ફ્લર્ટ? સાંભળતા જ ચોંકી ગઈ નોરા ફતેહી

'ધ કપિલ શર્મા શો'ના નવા પ્રોમોમાં ગુરુ રંધાવા અને નોરા ફતેહી ખાસ મહેમાન તરીકે દેખાયા હતા. આ વીકેન્ડ શોમાં તે તેના નવા મ્યુઝિક વીડિયો 'ડાન્સ મેરી રાની'નું પ્રમોશન કરતો જોવા મળશે.

કૃષ્ણા અભિષેક, ગુરુ રંધાવા સાથે કરશે ફ્લર્ટ? સાંભળતા જ ચોંકી ગઈ નોરા ફતેહી
Krushna Abhishek, Guru Randhawa and Nora Fatehi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 10:45 PM
Share

કપિલ શર્માનો શો (The Kapil Sharma Show) દરેકને પસંદ છે. તેને ભારતમાં જ નહીં વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે. આ શોના ચાહકો પણ ઘણા દેશોમાં છે. બોલિવૂડ (Bollywood) સેલિબ્રિટીઝ તેમની ફિલ્મો અને મ્યુઝિક વીડિયોના પ્રમોશન માટે આ શોમાં આવે છે.

આ સંદર્ભે પ્રખ્યાત ગાયક ગુરુ રંધાવા (Guru Randhawa) અને ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચ્યા હતા. ‘ધ કપિલ શર્મા શો’ના નવા પ્રોમોમાં ગુરુ રંધાવા અને નોરા ફતેહી ખાસ મહેમાન તરીકે દેખાયા હતા. આ વીકેન્ડ શોમાં તે તેના નવા મ્યુઝિક વીડિયો ‘ડાન્સ મેરી રાની’નું પ્રમોશન કરતા જોવા મળશે.

આ દરમિયાન શોના હોસ્ટ કપિલ શર્માએ કહ્યું કે, છેલ્લી વખત જ્યારે નોરા શોમાં હતી, ત્યારે તે ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના કો-સ્ટાર અજય દેવગણ સાથે આવી હતી અને તે તેની સાથે ખુલીને વાત કરી શક્યો ન હતો. તેણે નોરાને કહ્યું કે “પણ આજે તારી સાથે કોણ આવ્યું છે, આ મારો નાનો ભાઈ છે. જો તમે કહો તો હું એને ચોકલેટ લેવા મોકલવી દઉં.”, આના પર ગુરુ રંધાવા અને નોરા બંને જોરથી હસવા લાગ્યા. આ સાથે સમગ્ર પ્રેક્ષકો પણ હસી હસીને લોટ પોટ થઈ ગયા હતા. ગુરુને તેના ગીત – નાચ મેરી રાની અને ડાન્સ મેરી રાની વિશે ચીડવતા કપિલે પૂછ્યું, “શું તમે ગંભીરતાથી ગીતો કંપોઝ કરો છો કે નોરાને મળવાનું બહાનું બનાવી રહ્યા છો?”

કૃષ્ણા અભિષેકે પોતાના કેરેક્ટર સપનાના રૂપમાં એન્ટ્રી કરી અને ગુરુ રંધાવા સાથે ફ્લર્ટિંગની ફરિયાદ કરવા લાગી. કૃષ્ણાએ ગુરુ તરફ ઈશારો કરતા કહ્યુ કે મને એવો કોસ્ચ્યુમ પહેરાવી દીધો છે કે ફ્લર્ટ કરવું પડશે. તેણે નોરા તરફ જોયું અને કહ્યુ અને જે અંદરની આત્મા છે તે આમની સાથે ફ્લર્ટ કરવા માંગે છે. આ વાત સાંભળીને તમામ જોર જોરથી હસવા લાગ્યા.

ક્રૃષ્ણાની એન્ટ્રી પર નોરાનું મોં ખુલ્લુ રહી ગયું હતું. બાદમાં તેણે અને ગુરુએ કીકુ શારદા, રોશેલ રાવ અને અન્ય સાથે ‘ડાન્સ મેરી રાની’ પર ડાન્સ કર્યો. તેમની સાથે બીજા બધા લોકો પણ નાચવા લાગ્યા. તાજેતરમાં નોરાએ તેની યુટ્યુબ ચેનલ પર ‘ડાન્સ મેરી રાની’ના શૂટની પડદા પાછળની તસવીરો શેર કરી છે. તેને સ્ટ્રેચર પર લઈ જવું પડ્યું કારણ કે તેણે મ્યુઝિક વીડિયોમાં તેના એક દેખાવ માટે ફિશટેલ ડ્રેસ પહેર્યો હતો.

આ પણ વાંચો –

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: મારો બોસ બધાને પરેશાન કરતો હતો, એના ખાલી ટિફિનમાં છાનામાના બે ચોકલેટ અને એક ચિઠ્ઠી નાખી દીધી

આ પણ વાંચો –

OMG! બોલ્યા કે ટાઈપ કર્યા વગર ફક્ત વિચાર કરીને ટ્વીટ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા ઓસ્ટ્રેલિયાના ફિલિપ ઓ’કીફે

Follow Us
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
g clip-path="url(#clip0_868_265)">