Ranveer Singh અને Alia Bhatt ‘ગલી બોય’ બાદ કરણ જોહરની ‘પ્રેમ કહાની’માં સાથે જોવા મળશે

ફિલ્મ 'ગલી બોય'ની અપાર સફળતા પછી એક વાર ફરીથી રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની જોડી સાથે ફરી કરણ જોહર આ ધમાકો કરવા જઈ રહ્યા છે.

Ranveer Singh અને Alia Bhatt 'ગલી બોય' બાદ કરણ જોહરની 'પ્રેમ કહાની'માં સાથે જોવા મળશે
Ranveer Singh, Alia Bhatt, Karan Johar
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 04, 2021 | 8:41 PM

કરણ જોહર (Karan Johar) હાલમાં તેમના મહત્વાકાંક્ષી પીરિયડ ડ્રામા ‘તખ્ત’ (Takht)ને મુલતવી રાખીને લોકોના ટેસ્ટને બદલવા માટે કેટલીક હલ્કી-ફુલ્કી રોમેન્ટિક કોમેડી લાવવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મ ‘ગલી બોય’ની અપાર સફળતા પછી એક વાર ફરીથી રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ની જોડી સાથે ફરી કરણ જોહર આ ધમાકો કરવા જઈ રહ્યા છે.

જોકે આ ફિલ્મ મે મહિનામાં ફ્લોર પર જવા માટે તૈયાર હતી, પરંતુ કોવિડ રોગચાળાએ ડિરેક્ટર કરણ જોહર (Karan Johar)નું પ્લાનિંગ બગાડ્યું. હવે આ રોમેન્ટિક કોમેડી ફિલ્મથી સંબંધિત નવી માહિતી બહાર આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કરણ જોહર (Karan Johar) સાથે રણવીર સિંહ (Ranveer Singh) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની આ ફિલ્મ એક મોડર્ન લવ સ્ટોરી હશે. એક અહેવાલ મુજબ આ ફિલ્મનું નામ ‘પ્રેમ કહાની’ રાખવામાં આવ્યું છે, જોકે આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિર્માતાઓ એક અલગ પણ રિલેટેબલ ટાઈટલ શોધી રહ્યા હતા, પરંતુ પછી ઘણા પ્રયત્નો કર્યા પછી તેઓએ ફિલ્મનું ટાઈટલ ‘પ્રેમ કહાની’ પસંદ કર્યું. ફિલ્મ બે ઓપોઝિટ પાત્રોની લવ સ્ટોરી છે. આમાં દર્શકોને વિંટેજ કરણ જોહર (Karan Johar)ની ઝલક મળશે, જેની ફિલ્મો એક સમયે ફક્ત ખુશીઓ ફેલાવતી અને પ્રેક્ષકોને ફેયરી ટેલની દુનિયામાં લઈ જાતી.

ફિલ્મના નામ બાદ હવે આ ફિલ્મના શૂટિંગ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મના શૂટિંગની શરૂઆતથી ક્રૂ સભ્યોને વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેટ ડિઝાઈનિંગથી લઈને સારા મ્યુઝિક સુધીની દરેક વસ્તુ વર્ક ઈન પ્રોગ્રેસમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ટીમે વાર્તા અને સંવાદો લખવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે.

આ ફિલ્મની સાથે કરણ ચાર વર્ષ બાદ દિગ્દર્શન ક્ષેત્રે પરત ફરવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે રણબીર કપૂર (Ranbir Kapoor), અનુષ્કા શર્મા (Anushka Sharma) અને એશ્વર્યા રાય (Aishwarya Rai Bachchan) સ્ટારર ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ (Ae Dil Hai Mushkil)નું દિગ્દર્શન કર્યું હતું. તે એક રોમેન્ટિક ફિલ્મ પણ હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">