AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MTV Roadies: 18 વર્ષ બાદ હોસ્ટ રણવિજય સિંહે શોને કહ્યું અલવિદા, જાણો કોણ બનશે શોના નવા હોસ્ટ ?

રણવિજય સિંહે શો છોડ્યા બાદ દરેકને જાણવાની ઉત્સુકતા છે કે હવે શોને કોણ હોસ્ટ કરશે? જેમાં ઘણા બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે, જેમાં એક સોનૂ સુદનો પણ સમાવેશ થાય છે.

MTV Roadies: 18 વર્ષ બાદ હોસ્ટ રણવિજય સિંહે શોને કહ્યું અલવિદા, જાણો કોણ બનશે શોના નવા હોસ્ટ ?
Rannvijay Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 1:58 PM
Share

MTV Roadies: છેલ્લા 18 વર્ષથી એક્ટર રણવિજય સિંહ રિયાલિટી શો ‘MTV Roadies‘ સાથે જોડાયેલા હતા. જ્યાં તે એક સમયે સ્પર્ધક હતો, બાદમાં હોસ્ટ અને કેટલીકવાર તે મેન્ટર તરીકે પણ જોવા મળ્યો હતો. જોકે રોડીઝ સાથે રણવિજયની 18 વર્ષની આ સુંદર સફર હવે પૂરી થવા જઈ રહી છે. જી હા, MTV રોડીઝની 19મી સિઝનમાં દર્શકો રણવિજય સિંહને (Actor Rannvijay Singha) શોમાં જોઈ શકશે નહીં.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે આ શોમાંથી (MTV Roadies Show) કાયમી ધોરણે બહાર થઈ રહ્યો છે કે થોડા સમય માટે છે. રણવિજય સિંહના શો છોડવાના સમાચાર આવ્યા બાદ હવે શો ના ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે શોમાં તેનું સ્થાન કોણ લેશે.?

રણવિજય સિંહનું સ્થાન કોણ લેશે?

HTના એક રિપોર્ટ અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યું છે કે શોમાં રણવિજય સિંહની જગ્યાએ સોનુ સૂદને લેવામાં આવી શકે છે. આ સીઝનમાં સૌથી રસપ્રદ વાત એ થશે કે સોનુ સૂદ શોના હોસ્ટની સાથે મેન્ટર પણ હશે. હાલ માટે શોના નિર્માતાઓએ ગેંગ લીડર્સનો કોન્સેપ્ટ રદ કર્યો છે, કારણ કે નેહા ધૂપિયા, પ્રિન્સ નરુલા અને અન્ય માર્ગદર્શકોએ આ શોને પહેલેથી જ અલવિદા કહી દીધુ છે.

આ સમાચાર બાદ તેના ચાહકો હવે સોનુ સૂદને એક મેન્ટર અને હોસ્ટ તરીકે જોવા માટે ઉત્સાહિત છે. જો કે સોનુ સૂદ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આગામી સિઝનનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં (South Africa) કરવામાં આવશે.

એક્ટરે આ કારણે છોડ્યો શો ?

આ દરમિયાન રણવિજય સિંહે આગામી સિઝન ન કરવા માટેના તેના કારણો વિશે પણ વાત કરી છે. રિપોર્ટ અનુસાર સૌથી પહેલા રણવિજય સિંહે આ સમાચારની પુષ્ટિ કરી હતી કે તે આગામી સિઝનનો ભાગ રહેશે નહીં. ત્યારે હાલમાં રોડીઝની 19મી સિઝન માટે આગામી હોસ્ટ કોણ રહેશે તેની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો : હાર્ટ સર્જરી બાદ Sunil Groverને આજે હોસ્પિટલમાંથી રજા મળશે, કોમેડિયનની તબિયતમાં સુધારો

g clip-path="url(#clip0_868_265)">