AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્ટ સર્જરી બાદ Sunil Groverને આજે હોસ્પિટલમાંથી રજા મળશે, કોમેડિયનની તબિયતમાં સુધારો

આ સમાચાર સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા કે અચાનક સુનીલ ગ્રોવરને શું થઈ ગયું. હવે ગ્રોવરના ચાહકો માટે રાહતના સમાચાર છે કે અભિનેતાને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

હાર્ટ સર્જરી બાદ Sunil Groverને આજે હોસ્પિટલમાંથી રજા મળશે, કોમેડિયનની તબિયતમાં સુધારો
Sunil Grover (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 11:42 AM
Share

Sunil Grover: અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાએ હાર્ટ સર્જરી કરાવી છે (Sunil Grover Heart Surgery ). આ સમાચાર સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા કે અચાનક સુનીલ ગ્રોવરને શું થઈ ગયું. હવે ગ્રોવરના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે અભિનેતાને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે (Sunil Grover  Discharge ). સુનીલ આજે હોસ્પિટલમાંથી ઘરે જઈ શકશે. તમને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવર હાલ મુંબઈના એશિયન હાર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં છે. ANIના ટ્વીટ મુજબ તાજેતરમાં સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે. આ પછી, હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

સુનીલ ગ્રોવરની છાતીમાં દુખાવો હતો

તમને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવરને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડોક્ટરોએ તેમના ઘણા ટેસ્ટ કર્યા. જે બાદ તેની હાર્ટ સર્જરી (Heart Surgery) કરવામાં આવી હતી. સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકો આ સમાચાર જોઈને ચોંકી ગયા હતા. સમગ્ર મનોરંજન ઉદ્યોગને પણ મોટો આંચકો લાગ્યો છે.

ચાહકો સુનીલ માટે પ્રાર્થના કરી રહ્યા છે

આવી સ્થિતિમાં હવે ચાહકો તેના જલ્દી સાજા થાય તેવી કામના કરી રહ્યા છે. સુનીલના એક ખાસ મિત્રએ જણાવ્યું કે, જ્યારે તેને સુનીલની હાર્ટ (Heart Surgery)સર્જરીના સમાચાર મળ્યા તો તે તેના માટે પણ ચોંકાવનારા હતા.

સુનીલ ગ્રોવર વિશે સાંભળ્યા બાદ અભિનેત્રી સિમી ગ્રેવાલે પણ અભિનેતાની હાલત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કરીને કહ્યું ‘હું ચોંકી ગઈ છું કે સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ છે તેનું હૃદય હંમેશા પ્રસન્નતાથી ભરેલું રહે છે. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. હું તેની  પ્રશંસક છું.

આ પણ વાંચો : UP Assembly Election: પશ્ચિમ યુપીમાં આજે રાજકીય જંગ, અમિત શાહ, પ્રિયંકા ગાંધી, માયાવતી, અખિલેશ અને જયંત મેદાનમાં ઉતરશે

g clip-path="url(#clip0_868_265)">