AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલ્લુ અર્જુનની પુષ્પા ધ રાઈઝની સફળતા પછી રશ્મિકા મંદાનાએ નવું ઘર લીધું, આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

રશ્મિકાની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આવી સ્થિતિમાં આખી ટીમને તેનો ફાયદો થયો. હવે રશ્મિકા વિશે એવા સમાચાર છે કે, તેની ફિલ્મ સુપરહિટ થયા બાદ તેણે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે.

અલ્લુ અર્જુનની પુષ્પા ધ રાઈઝની સફળતા પછી રશ્મિકા મંદાનાએ નવું ઘર લીધું, આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Rashmika Mandanna (Photo Source- Insta)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 11:38 AM
Share

શ્રીવલ્લીના ચાહકો એટલે કે અલ્લુ અર્જુન ( Allu Arjun) સ્ટારર ‘પુષ્પા ધ રાઈઝ’(Pushpa The Rise)ની રશ્મિકા મંદાના (Rashmika Mandana)ને આ ફિલ્મમાં જોઈને ખૂબ જ ખુશ છે. રશ્મિકાની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આવી સ્થિતિમાં આખી ટીમને તેનો ફાયદો થયો. હવે રશ્મિકા વિશે એવા સમાચાર છે કે તેની ફિલ્મ સુપરહિટ થયા બાદ તેણે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. અભિનેત્રી રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ (Rashmika Mandana Instagram) પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે હવે ખૂબ જ વ્યસ્ત છે કારણ કે, તે તેના ઘરની વસ્તુઓ પેક કરી રહી છે.

રશ્મિકાએ મુંબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું

આવી સ્થિતિમાં ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા છે કે અભિનેત્રી તેના નવા ઘરમાં શિફ્ટ થઈ રહી છે તો શું (Rashmika Mandana) એ ખરેખર નવું ઘર ખરીદ્યું છે! તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરી (2021)માં જ રશ્મિકાએ મુંબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું. Rashmikએ બોલિવૂડમાં બે ફિલ્મો સાઈન કરી છે સાથે જ સાઉથમાં પણ હિટ રહી છે. રશ્મિકા હવે ‘મિશન મજનૂ’ અને ‘ગુડબાય’માં પણ જોવા અભિનેત્રીને વારંવાર મુંબઈ આવવું પડ્યું. આ કારણે અભિનેત્રીએ હોટલમાં ન રોકાવાનું નક્કી કર્યું અને પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું.

Rashmika Mandanaની પોસ્ટ

હવે એવું માનવામાં આવે છે કે રશ્મિકા મંદાના પણ તે ઘરમાંથી શિફ્ટ થઈ રહી છે,Rashmikaએ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને તેના ઘરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે શિફ્ટ કરવું એટલું સરળ નથી.

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાનાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં રશ્મિકા પુષ્પરાજની ‘શ્રીવલ્લી’ બની રહી છે. ફિલ્મનું ગીત ‘શ્રીવલ્લી’ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. તેલુગુ-તમિલ સહિત આ ગીતનું હિન્દી વર્ઝન પણ ચાહકોને પસંદ આવ્યું છે. ગીતનું હિન્દી વર્ઝન જાવેદ અલીએ ગાયું છે. આ ફિલ્મનું રશ્મિકાનું બીજું ગીત ‘સેમ-સેમ’ પણ ખૂબ જ લોકપ્રિય થયું છે. તમિલ-તેલુગુ ઉપરાંત હિન્દી વર્ઝનમાં પણ આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હિન્દીમાં આ ગીતને સુનિધિ ચૌહાણે પોતાનો અવાજ આપ્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine Conflict: રાષ્ટ્રપતિ બાઈડને 2000 અમેરિકી સૈનિકોને યૂરોપ મોકલવાનો આપ્યો આદેશ, રશિયાએ ઉઠાવ્યો વાંધો

g clip-path="url(#clip0_868_265)">