બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કેવો રહ્યો કપિલ અને રાનીની ફિલ્મનો પ્રભાવ? , જાણો પ્રથમ દિવસનું કલેક્શન
અભિનેત્રી રાની મુખર્જી અને કપિલ શર્માની ફિલ્મ બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઈ છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને જોતા કહી શકાય કે રાનીએ કપિલ શર્માને બોક્સ ઓફિસ પર પાછળ છોડી દીધો છે.
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ અને કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ‘ઝ્વીગાટો’ ગઈકાલે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. ત્યારે પહેલા દિવસ આ બન્ને ફિલ્મોના કલેક્શનના આંકડા સામે આવ્યા છે જેમાં રાની મુખર્જીની ફિલ્મે કપિલ શર્માની ફિલ્મને પાછળ છોડી દીધી છે. જેમાં લોકો તરફથી મળતા પ્રતિસાદમાં રાનીએ એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધા છે. ત્યારે કપિલની ફિલ્મ પહેલા દિવસે કોઈ ખાસ કમાણી કરી શકી નથી.
ડિલિવરી બોયની સઘર્ષભરી કહાની
કોમેડિયન કપિલ શર્મા અને શહાના ગોસ્વામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. કપિલે આ ફિલ્મમાં ડિલિવરી બોય માનસની ભૂમિકા ભજવી છે જે પોતાના પરિવારની જવાબદારી માટે ઘણો સંઘર્ષ કરે છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, હવે જ્યારે ફિલ્મ થિયેટરોમાં આવી ગઈ છે, ત્યારે તે પ્રેક્ષકોની અપેક્ષાઓ પર ટકી શકી ન હતી અને ‘Zwigato’ ના ઓપનિંગ ડે કલેક્શને નિર્માતાઓને મોટો આંચકો આપ્યો છે.
પહેલા દિવસે ‘Zwigatoનું કલેક્શન
કપિલ શર્માએ સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી છે. કપિલે તેના શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા’ અને ‘ધ કપિલ શર્મા શો’ દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા છે. તેણે ‘કિસ-કિસ કો પ્યાર કરો’ અને ‘ફિરંગી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્યારે ઘણા સમય પછી, કપિલ ‘ઝ્વિગાટો’ સાથે મોટા પડદા પર પાછો ફર્યો.
એવી અપેક્ષા હતી કે કપિલ શર્માની ફિલ્મ ‘ઝ્વિગાટો’ શરૂઆતના દિવસે એક કરોડનું કલેક્શન કરશે, પરંતુ પ્રથમ દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. સેકલિનના રિપોર્ટ અનુસાર, ‘Zwigato’એ રિલીઝના પહેલા દિવસે માત્ર 50 લાખની જ કમાણી કરી છે. આ આંકડા તદ્દન નિરાશાજનક છે.
રાનીની ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન
રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં રાનીની એક્ટિંગના બધાએ વખાણ કર્યા છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હોવાનું કહેવાય છે, જેમાં નોર્વેમાં રહેતા ભારતીય દંપતી પાસેથી તેમના બે બાળકોને છીનવી લેવામાં આવ્યા હતા. રાની મુખર્જી ફિલ્મમાં બાળકોને લેવા માટે યુદ્ધ લડે છે. રાનીની ફિલ્મે પહેલા દિવસે લગભગ 1.5 કરોડનો બિઝનેસ કર્યો છે. ફેન્સ રાનીની એક્ટિંગથી ખુબ જ પ્રભાવિત થઈ રહ્યા છે.
રાનીની ફિલ્મની સ્ટોરીના થયા વખાણ
રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે’ અને કોમેડિયન કપિલ શર્માની ફિલ્મ ‘ઝ્વીગાટો’ ગઈકાલે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. જેમાં કપિલ શર્માની ફિલ્મ ‘ઝ્વીગાટો’ પહેલા દિવસે ખાસ કઈ કમાણી કરી શકી નથી. જ્યારે રાનીની ફિલ્મનો જાદુ છવાય રહ્યો છે. ફિલ્મની સ્ટોરીથી લઈને રાનીની એક્ટિંગની ખુબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં પોતાના બાળક માટે એક ભારતીય માની લડાઈ જે ખરેખર લોકો દંગ કરી દેશે કે એક માને પણ તે સાબિત કરવું પડી રહ્યું છે કે હા તે ખરેખર એક મા છે.