લવ રંજનની ફિલ્મમાં Ranbir Kapoor અને શ્રદ્ધા રોમાન્સ કરતા જોવા મળશે, જાણો કયારે થશે ફિલ્મ રિલીઝ

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની જોડી પહેલીવાર બોલીવુડના ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે. આ માહિતીની પુષ્ટિ કરતાં દિગ્દર્શકે પોતે એક પોસ્ટ શેર કરીને ફિલ્મની તારીખની ઘોષણા કરી છે,

લવ રંજનની ફિલ્મમાં Ranbir Kapoor અને શ્રદ્ધા રોમાન્સ કરતા જોવા મળશે, જાણો કયારે થશે ફિલ્મ રિલીઝ
Ranbir Kapoor And Shraddha Kapoor (File Image)

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor)અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની જોડી પહેલીવાર બોલીવુડના ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે. આ માહિતીની પુષ્ટિ કરતાં દિગ્દર્શકે પોતે એક પોસ્ટ શેર કરીને ફિલ્મની તારીખની ઘોષણા કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રણબીર અને શ્રદ્ધા કપૂર સિવાય બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં હશે. આ બહુ રાહ જોઈ રહેલ ફિલ્મ આગામી માર્ચ 18, 2022ના રોજ એટલે કે હોળી નિમિત્તે રિલીઝ થશે. જોકે, આ ફિલ્મનું નામ હજી બહાર આવ્યું નથી.

આ શીર્ષક વિનાની ફિલ્મની ઘોષણા થયા પછી ચાહકો આ નવી રોમેન્ટિક જોડીને જોવા માટે ઉત્સાહિત અનુભવી રહ્યા છે. લવ રંજનની આ ફિલ્મની વાર્તા વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્માણ લવ રંજન અને અંકુર ગર્ગે કર્યું છે. અને ગુલશન કુમાર અને ભૂષણ કુમાર દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. આ શીર્ષક વિનાની રોમેન્ટિક કોમેડી ફિલ્મનું શૂટિંગ આ જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થઈ ગયુ છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર લવ રંજન તેની રોમેન્ટિક કોમેડી ફિલમ્સ માટે જાણીતા છે. તેમણે ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી રોમેન્ટિક કોમેડી ફિલ્મો આપી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: Shilpa Shetty શહનાઝ ગિલને આપી રહી છે ટક્કર, જુઓ કૂતરાને જોતાં જ શું કહ્યું?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati