શું તમે જાણો છો? ‘રામાયણે’ આ વિશ્વ રેકોર્ડ કર્યો હતો પોતાના નામે, 15 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહીં

1987 થી 1988 દરમિયાન પ્રસારિત થયેલા આ શોને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આટલી વિશાળ દર્શકશક્તિને કારણે, તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું.

શું તમે જાણો છો? 'રામાયણે' આ વિશ્વ રેકોર્ડ કર્યો હતો પોતાના નામે, 15 વર્ષ સુધી કોઈ તોડી શક્યું નહીં
રામાનંદ સાગરની રામાયણ
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 2:55 PM

રામાનંદ સાગરની રામાયણ સાથે દરેક પરિવારની યાદો જોડાયેલી હશે. વર્ષો પહેલાની યાદો ત્યારે તાજા થઇ જ્યારે લોકડાઉનમાં આ સિરિયલ રિટેલિકાસ્ટ કરવામાં આવી. રામાનંદ સાગરની રામાયણે ભારતીય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો આખો ચહેરો બદલી કાઢ્યો. આ સિરિયલના કારણે ભારતીય પૌરાણિક કથાઓ પરના શો માટે આગળ બહોળો માર્ગ ખોલ્યો.

આ શો હજી પણ ભારતીય દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ‘વિશ્વની સૌથી વધુ જોવાયેલી પૌરાણિક સિરીયલ’ તરીકે રામાયણનું નામ રેકોર્ડ પુસ્તકોમાં અલગ સ્થાન ધરાવે છે. આ શોએ 2003 સુધી તેનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. થોડાક વર્ષોજ નહીં 15 વર્ષ સુધી પોતાનું નામ ટોપ પર રાખીને આ સિરિયલે અલગ સિદ્ધિ હાંસિલ કરી હતી.

આ શોને મળ્યો છે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1987 થી 1988 દરમિયાન પ્રસારિત થયેલા આ શોને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આટલી વિશાળ દર્શકશક્તિને કારણે, તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું હતું. જેમને ખબર નથી, તેમના માટે જણાવી દઈએ કે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતીય લોકો દ્વારા વર્લ્ડ રેકોર્ડની નોંધ રાખવામાં આવ્યા છે. તેમાં શિક્ષણ, મનોરંજન અને વ્યવસાય જેવા તમામ ક્ષેત્રોના રેકોર્ડ શામેલ છે.

આ શો પાત્રની તૈયારી માટે મદદગાર હતો: સની સિંઘ

રામાયણ તેના પ્રેક્ષકો માટે સારા નૈતિક મૂલ્યોનો જાળવવા કરવા માટે લોકપ્રિય છે. અભિનેતા સન્ની સિંહને પણ આ સિરિયલ થકી ઘણું માર્ગદર્શન મળ્યું છે. શોથી ફિલ્મ આદિપુરુષમાં તેના પાત્રની તૈયારીમાં ઘણી મદદ મળી. તેણે કહ્યું હતું કે, “બાળપણમાં, મેં મારા માતાપિતા સાથે રામાયણ જોઈ હતી. મેં પાત્રો પર વધારે ધ્યાન આપ્યું ન હતું, પણ વાર્તા મને જકડી રાખવા માટે પૂરતી હતી.”

લક્ષ્મણનું પાત્ર ભજવવા જઈ રહેલા સન્ની સિંહએ કહ્યું કે “હવે હું લક્ષ્મણનું પાત્ર ભજવવાનો છું, તેથી હું ફરી એકવાર આ શોને ધ્યાનથી જોઉં છું. જેમાં મેં લક્ષ્મણ પર પુરતું ધ્યાન આપ્યું છે. જેનાથી મને તેમની રીતભાત, શરીરની લેન્ગવેજ, પહેરેલા કપડાં, એસેસરીઝ વિશે ઘણું શીખવવામાં મદદ મળી.”

જણાવી દઈએ કે ગયા વર્ષે લોકડાઉન દરમિયાન રામાયણ ફરી ટીવી પર ટેલીકાસ્ટ થઇ હતી. તે બાદ અન્ય ચેનલ પર પણ રિટેલીકાસ્ટ થઇ. આ દરમિયાન પણ જૂની પૌરાણિક આ સિરિયલે TRP ના અનેક રેકોર્ડ તોડ્યા. અને ટોપ પર રહી.

આ પણ વાંચો: Surat: કોરોનાએ હોટેલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ

આ પણ વાંચો: બાર્બરાએ કહ્યું ચોકસીએ તેને ખોટા દાગીના ભેટ આપ્યા હતા, કથિત ગર્લફ્રેન્ડે કર્યા ચોંકાવનારા ખુલાસા

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">