આ પાત્રથી મળી હતી રાજુ શ્રીવાસ્તવને લોકપ્રિયતા, નાનપણથી કોમેડિયન બનવાની હતી ઈચ્છા

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, જેઓ કવિ હતા. લોકો તેમના પિતાને 'બલાઈ કાકા' કહીને બોલાવતા હતા.

આ પાત્રથી મળી હતી રાજુ શ્રીવાસ્તવને લોકપ્રિયતા, નાનપણથી કોમેડિયન બનવાની હતી ઈચ્છા
Comedian Raju Srivastav passed away
Image Credit source: TV9 Digital
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Sep 21, 2022 | 11:51 AM

રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)એક કલાકાર જેણે લોકોને હસતા શીખવ્યું. પોતાના જોક્સથી લોકોના દિલમાં જગ્યા બનાવી, જેમને ‘ગજોધર’ તરીકે શ્રેય આપવામાં આવે છે. તેમણે ઘણો સંઘર્ષ કર્યો અને આ સ્થાન સુધી પહોંચ્યા. રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ પ્રકાશ શ્રીવાસ્તવ (Prakash Srivastava)છે. રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, જેઓ કવિ હતા. લોકો તેમના પિતાને ‘બલાઈ કાકા’ કહીને બોલાવતા હતા.

રાજુ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા

રાજુ શ્રીવાસ્તવ નાનપણથી જ કોમેડિયન બનવા માંગતા હતા કારણ કે તેમની મિમિક્રી સેન્સ ખૂબ સારી હતી. રાજુ શ્રીવાસ્તવે 1 જુલાઈ 1993ના રોજ શિખા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો અંતરા અને આયુષ્માન છે. તેમણે કોમેડીથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પરફોર્મન્સ આપ્યું છે.

‘ગજોધર’થી ઘણી લોકપ્રિયતા મળી

પાકિસ્તાન અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની મજાક ન ઉડાવવા માટે તેમને ઘણી વખત ધમકીભર્યા ફોન પણ આવ્યા હતા. તેમને તેના લુક માટે સૌથી વધુ લોકપ્રિયતા મળી છે. તેઓ હંમેશા અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને ગજોધર બનીને બધાને હસાવતા હતા અને આ કારણે તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થયા હતા.

રાજુ શ્રીવાસ્તવ પણ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા

તેમને રાજશ્રીની ફિલ્મ મૈંને પ્યાર કિયામાં એક નાનકડો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. અગાઉ તેઓ બાઝીગર અને બોમ્બે ટુ ગોવામાં પણ જોવા મળ્યા હતા. જ્યારે તેમણે સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લીધો અને સેકન્ડ રનર-અપ બન્યો, ત્યારે તેમની ખ્યાતિ થોડી વધી ગઈ. પરંતુ તેમની યાત્રા અહીં અટકી ન હતી. તેમણે ફરી એકવાર ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ-ચેમ્પિયન્સ’માં ભાગ લીધો અને પછી શો જીત્યા ત્યાર બાદ તેને ‘ધ કિંગ ઓફ કોમેડી’નું બિરુદ આપવામાં આવ્યું.

ઘણા શોનો પણ રહી ચુક્યા હતા ભાગ

રાજુ શ્રીવાસ્તવે ‘બિગ બોસ’ અને ‘બિગ બ્રધર’માં પણ ભાગ લીધો હતો. આ સિવાય તેઓ ‘નચ બલિયે-6’માં પણ તેમની પત્ની શિખા સાથે જોવા મળ્યા હતા. તેઓ ‘કોમેડી કા મહામુકાબલા’માં પણ જોવા મળ્યા હતા. આ સિવાય રાજુ શ્રીવાસ્તવ કપિલ શર્માના પોપ્યુલર શો ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવે કોમેડીમાં પોતાની આગવી ઓળખ બતાવ્યા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2014માં, તેઓ કાનપુરથી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી તરફથી રાજકારણી તરીકે મેદાનમાં ઉતર્યા હતા. જો કે, તે જ વર્ષે 11 માર્ચે, તેમણે દાવો કરીને તેમની ટિકિટ પરત કરી કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી કોઈ સમર્થન મળી રહ્યું નથી.

વર્ષ 2014માં ભાજપમાં જોડાયા

આ પછી, રાજુ શ્રીવાસ્તવ થોડા દિવસો પછી એટલે કે 19 માર્ચ 2014 ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ભાગ રૂપે તેમને નામાંકિત પણ કરવામાં આવ્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati