AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkumar and Patralekhaa wedding : રાજકુમાર રાવ અને પત્રલેખા બંધાશે લગ્નના બંધનથી, આ તારીખે લેશે સાત ફેરા

બોલિવૂડ ફિલ્મ સ્ટાર રાજકુમાર રાવ આખરે લગ્નના બંધનથી બંધાઈ જશે. રાજકુમાર ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે આ દિવસે કરશે લગ્ન.

Rajkumar and Patralekhaa wedding : રાજકુમાર રાવ અને પત્રલેખા બંધાશે લગ્નના બંધનથી, આ તારીખે લેશે સાત ફેરા
Rajkumar Rao Is Going To Marry Girlfriend Patralekha
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 9:43 AM
Share

બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવના (Rajkumar Rao) ફેન્સ માટે એક સારા સમાચાર છે. સાંભળવામાં આવ્યું છે કે આખરે ‘સ્ત્રી’ સ્ટાર રાજકુમાર રાવે લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકુમાર રાવ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા ( Patralekhaa ) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નની તૈયારી પણ શરૂ થઇ છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ફિલ્મ સ્ટાર્સ રાજકુમાર રાવ અને પત્રલેખા નવેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે. બંને 10, 11, 12 નવેમ્બરના રોજ લગ્ન કરવાના છે. આ માટે અભિનેતાઓ અને અભિનેત્રીઓએ આમંત્રણ કાર્ડ આપવાનું પણ શરૂ કરી દીધું છે. જેના માટે કેટલાક નજીકના લોકોને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. તેમના લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે થવાના છે. જેના માટે નજીકના અને પસંદગીના લોકોને જ બોલાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવ અને પત્રલેખા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આટલું જ નહીં બંને લાંબા સમયથી એકબીજા સાથે લિવ-ઈનમાં રહેતા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખાએ ક્યારેય મીડિયાથી તેમના સંબંધો છુપાવ્યા નથી. બંને સ્ટાર્સ ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. બંને ફિલ્મ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હવે આખરે આ બંને સ્ટાર્સ હવે લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે. પત્રલેખા અને રાજકુમાર 2010થી એકબીજા સાથે રિલેશનશિપમાં છે.

આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને પત્રલેખા સાથે જોવા મળ્યા હતા ફિલ્મ સ્ટાર્સ રાજકુમાર રાવ અને પત્રલેખા સિટી લાઇટ્સમાં સાથે જોવા મળ્યા હતા. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારથી બંને સ્ટાર્સ વચ્ચે અફેર શરૂ થઈ ગયું હતું.

એક ઈન્ટરવ્યુ દરમિયાન પત્રલેખાએ જણાવ્યું હતું કે તેણે પહેલીવાર રાજકુમાર રાવને ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં જોયો હતો. પહેલીવાર પત્રલેખાને લાગ્યું કે રાજકુમાર ફિલ્મના પાત્ર જેટલો વિચિત્ર છે, જોકે એવું નહોતું. બીજી તરફ, રાજકુમાર રાવે એક એડમાં પત્રલેખાને જોઈને તેની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. તમને જણાવી દઈએ કે રાજકુમાર પત્રલેખાને પાત્રા કહીને પત્રલેખા રાજકુમાર રાવને રાજ કહીને બોલાવે છે.

આ પણ વાંચો : Changes from 1 November : આ 5 બાબતોની તાત્કાલિક મેળવીલો સંપૂર્ણ જાણકારી નહીંતર આવતીકાલથી માહિતીનો અભાવ તમારી મુશ્કેલીઓ વધારશે

આ પણ વાંચો : ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સજ્જ, ચીનની સરહદ પર અમેરિકન હથિયારો તૈનાત

g clip-path="url(#clip0_868_265)">