Box Office Collection: રાજામૌલીની ‘RRR’ 200 કરોડની નજીક પહોંચી, જ્હોનની ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘એટેક’ કરી શકી નથી

મોટા પડદા પર રીલિઝ થયેલી બંને ફિલ્મોમાં માત્ર થોડા દિવસોનો જ તફાવત છે, પરંતુ 'RRR'ને કારણે જ્હોન અબ્રાહમની 'એટેક'નો સામનો કરવો પડી રહ્યો છે.

Box Office Collection: રાજામૌલીની 'RRR' 200 કરોડની નજીક પહોંચી, જ્હોનની ફિલ્મ બોક્સ ઓફિસ પર 'એટેક' કરી શકી નથી
Box Office Collection: રાજામૌલીની 'RRR' 200 કરોડની નજીક પહોંચીImage Credit source: instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:22 PM

Box Office Collection: એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR‘ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કમાણીના મામલામાં આ ફિલ્મ (Film)સતત આગળ વધી રહી છે. ફિલ્મની રિલીઝને માત્ર 10 દિવસ જ થયા છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર હિન્દીમાં 200 કરોડથી વધુની કમાણી કરવા જઈ રહી છે. ફિલ્મે વર્લ્ડ વાઈલ્ડ કમાણીના મામલામાં ‘બાહુબલી’ (Baahubali)ને પાછળ છોડી દીધી છે. પરંતુ જ્હોન અબ્રાહમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અટેક’ કમાણીના મામલે ઘણી પાછળ દેખાઈ રહી છે.

‘RRR’ એ કમાણીમાં એક એવું ઉદાહરણ રજૂ કર્યું છે, જેણે ઇતિહાસ રચ્યો છે. રિલીઝના 10 દિવસમાં જ આ ફિલ્મે દુનિયાભરમાં 800 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

‘RRR’ 200 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની કમાણી અંગે કેટલાક આંકડા જાહેર કર્યા છે, જે મુજબ તેમણે ‘RRR’ને સુપર સોલિડ ગણાવી છે અને કહ્યું છે કે, આ ફિલ્મ મંગળવારે 200 કરોડનો આંકડો પાર કરશે. જુનિયર એનટીઆર અને રામચરણની ફિલ્મ બીજા સપ્તાહમાં 200 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ હશે. ફિલ્મે શુક્રવારે 13.50 કરોડ, શનિવારે 18 કરોડ, રવિવારે 20.50 કરોડની કમાણી કરી હતી. જો ફિલ્મના હિન્દી વર્ઝનની કુલ કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મે કુલ 184.59 કરોડનો બિઝનેસ કર્યો છે, તે પણ માત્ર ભારતમાં જ.

‘RRR’ જ્હોનની ફિલ્મ ‘એટેક’ પર ભારે પડી

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘એટેક’ના આંકડાઓ વિશે શેર કરતી વખતે, તેણે લખ્યું કે, ‘એટેક હજી ઘણો ઓછો છે… બીજા અને ત્રીજા દિવસે કોઈ મોટો જમ્પ જોવા મળ્યો નથી’. નિરાશાજનક રહ્યું છે… #RRR ફિલ્મ ખુબ સારી રહી છે.

આ પણ વાંચો : Sri Lanka Crisis : રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો મોટા નિર્ણયે, તમામ રાજકીય પક્ષોને સંકટનો ઉકેલ શોધવા હાકલ કરી

g clip-path="url(#clip0_868_265)">