Sri Lanka Crisis : રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો મોટા નિર્ણયે, તમામ રાજકીય પક્ષોને સંકટનો ઉકેલ શોધવા હાકલ કરી
શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોમાં ભારે ગુસ્સો છે. દરમિયાન, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશના તમામ રાજકીય પક્ષોને ઉકેલ શોધવા માટે 'યૂનિટી ગવર્નમેટ'માં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.
Sri Lanka Crisis : શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોમાં ભારે ગુસ્સો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) દેશના તમામ રાજકીય પક્ષોને ઉકેલ શોધવા માટે ‘યૂનિટી ગવર્નમેટ’માં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ રાજપક્ષેએ તમામ રાજકીય પક્ષોને “સાથે મળીને કામ કરવા” અપીલ કરી છે. વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે(Mahinda Rajapaksa) ની કેબિનેટના તમામ 26 પ્રધાનોએ રાજીનામું આપ્યા બાદ શ્રીલંકામાં સંકટ વધુ ગંભીર બન્યું છે.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કહ્યું, “શ્રીલંકામાં વર્તમાન કટોકટી અનેક આર્થિક અને વૈશ્વિક પરિબળોને કારણે છે. આ દેશ એશિયાના અગ્રણી લોકશાહી દેશોમાંનો એક છે. આ મુદ્દાને લોકતાંત્રિક રીતે ઉકેલવાની જરૂર છે. આપણે નાગરિકો અને આવનારી પેઢીઓના હિત માટે રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવું જોઈએ. .
શ્રીલંકામાં કર્ફ્યુ હોવા છતાં વ્યાપક દેખાવો થયા
શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓએ ગઈકાલે મોડી રાત્રે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું હતું. દેશના શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્દનેએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટ પ્રધાનોએ શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેને તેમના રાજીનામા સુપરત કર્યા છે. તેમણે સામૂહિક રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી. શ્રીલંકામાં કર્ફ્યુ હોવા છતાં, સાંજે વ્યાપક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારની મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને શ્રીલંકામાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે (4 એપ્રિલ) સવારે 6 વાગ્યા સુધી 36 કલાકનો કર્ફ્યુ પણ લાદ્યો હતો. શ્રીલંકાની સરકારે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. દેશમાં સરકાર વિરોધી દેખાવો પહેલા, દેશવ્યાપી જાહેર કટોકટી અને 36 કલાકના કર્ફ્યુની ઘોષણા સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા 15 કલાક પછી પુનઃસ્થાપિત થયું
સોશિયલ મીડિયાની સેવાઓ 15 કલાક પછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ સેવાઓ સંપૂર્ણ અથવા આંશિક રીતે અવરોધિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Uttar Pradesh: ગોરખનાથ મંદિર પર હુમલા બાદ યોગી સરકારે લીધો મોટો નિર્ણય, UP ATSના વડા તરીકે IPS નવીન અરોરાની નિમણૂક