રાહુલ મહાજને જણાવ્યું, સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે કેવી થઈ ગઈ હતી શહેનાઝની હાલત!

રાહુલ મહાજને સિદ્ધાર્થ શુક્લના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. રાહુલ મહાજને તાજેતરમાં જ જણાવ્યું હતું કે અંતિમવિધિ દરમિયાન શહનાઝ ગિલની શું હાલત થઈ હતી.

રાહુલ મહાજને જણાવ્યું, સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર સમયે કેવી થઈ ગઈ હતી શહેનાઝની હાલત!
Rahul mahajan reveal that what was shehnaaz gill condition at sidharth shukla funeral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 4:05 PM

સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થના મૃત્યુથી તેનો પરિવાર અને નજીકના લોકો આઘાતમાં છે. બીજી બાજુ, અભિનેતાના મૃત્યુથી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) સાવ તૂટી પડી છે. શહનાઝ સિદ્ધાર્થને ખૂબ પ્રેમ કરતી હતી અને હવે તે અભિનેતાની વિદાયને કારણે સંપૂર્ણપણે એકલી પડી ગઈ છે. ઘણા સેલેબ્સે કહ્યું કે શહનાઝની હાલત બિલકુલ સારી નથી. તે જ સમયે, રાહુલ મહાજને (Rahul Mahajan) અંતિમવિધિ દરમિયાન શું થયું તે જણાવ્યું.

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં સામેલ રાહુલે ખાનગી સમાચાર સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે શહનાઝ ગિલ આવી, ત્યારે તેણે ખૂબ જ જોરથી બૂમ પાડી મમ્મી જી, મેરા બચ્ચા. મમ્મી જી, મેરા બચ્ચા. શહનાઝ સિદ્ધાર્થના પગ ઘસતી હતી, એ જાણીને પણ કે તે હવે જીવતો નથી. રાહુલે કહ્યું કે જ્યારે મેં તેને જોઈ ત્યારે તે આઘાતમાં તેને જોઇને હું ધ્રુજી ઉઠ્યો હતો.

સિદ્ધાર્થ-શહનાઝના સંબંધો મજબુત હતા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાહુલે કહ્યું, ‘મને યાદ છે કે જ્યારે મેં તેને સંભાળવા માટે શહનાઝના ખભા પર હાથ મૂક્યો અને તેણે મને જોયો, ત્યારે હું તરત જ પાછળ હટી ગયો. હું તેની હાલત જોઈને ડરી ગયો હતો. તે સુન્ન થઇ ગઈ હતી.

રાહુલે સિદ્ધાર્થ અને શહનાઝ વચ્ચેના સંબંધો વિશે પણ જણાવ્યું હતું. રાહુલે કહ્યું, ‘તેમનો સંબંધ ઘણો ઊંડો હતો. પતિ -પત્ની વચ્ચે પણ સંબંધ તેમના જેટલો ઊંડો નથી હોતો.

તે રાત્રે શું થયું

રાહુલે એમ પણ કહ્યું કે સિદ્ધાર્થની માતાએ તેને જણાવ્યું કે ગુરુવારે શું થયું. રાહુલે કહ્યું, ‘બહારથી ખાવાનું ખાધા પછી, સિદ્ધાર્થ સવારે 10.30-11 વાગ્યે ઘરે પાછો આવ્યો. જોકે તે મોટે ભાગે ઘરે જામતો હતો. તે પછી તે સૂઈ ગયો. ત્યાર બાદ રાત્રે 3.30 વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ જાગી ગયો અને કહ્યું કે તેની તબિયત સારી નથી. તેણે ફરીથી પાણી પીધું અને પાછો ગયો રૂમમાં. પરંતુ પછી બીજે દિવસે સવારે તે ઉઠ્યો જ નહીં.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં તે આ દુનિયા છોડી ગયો હતો. અત્યાર સુધીના અહેવાલો અનુસાર, અભિનેતાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. સિદ્ધાર્થ પોતાની માતા અને 2 બહેનોને છોડી ગયો છે. સિદ્ધાર્થ તેના પરિવારને ખુબ પ્રેમ કરતો હતો. તેની માતાથી તે ખુબ નજીક હતો.

આ પણ વાંચો: વિવાદ: RSS પર ટિપ્પણી બાદ BJP ના કાર્યકરોએ જાવેદ અખ્તરના ઘરની બહાર કર્યું પ્રદર્શન, જાણો વિગત

આ પણ વાંચો: RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">