Raavan Leela Trailer:’રાવણ લીલા’માં જોવા મળી પ્રતીક ગાંધીની રોમેન્ટિક શૈલી, ચાહકોની વચ્ચે છવાઈ ગયા

પ્રતીક ગાંધી ફરી એકવાર ચાહકોને દિવાના બનાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ અભિનેતાની આવનારી ફિલ્મ રાવણ લીલાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે આવતાની સાથે જ છવાઈ ગયું છે.

Raavan Leela Trailer:'રાવણ લીલા'માં જોવા મળી પ્રતીક ગાંધીની રોમેન્ટિક શૈલી, ચાહકોની વચ્ચે છવાઈ ગયા
Raavan Leela

વેબસિરીઝ સ્કેમ 1992થી ચાહક વચ્ચે છવાયેલા એક્ટર પ્રતીક ગાંધી (Prateek Gandhi) બન્યા છે, ફરી એકવાર ચાહકોમાં ધમાલ કરવાના છે. સ્કેમ માટે પ્રતીકને ઘણી પ્રશંસા મળી હતી. આવી સ્થિતિમાં હવે અભિનેતા ફિલ્મ રાવણ લીલા (ભવાઈ) દ્વારા ચાહકોને મળવા જઈ રહ્યા છે. આજે આગામી ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર આવતાની સાથે જ ચાહકોની વચ્ચે છવાઈ ગયા છે.

પ્રતીકની આ ફિલ્મની ચર્ચા એક લાંબા સમયથી થઈ રહી હતી. આ જ કારણ છે કે તેમના ચાહકો પણ રાવણ લીલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાવણ લીલાનું ટ્રેલર પેન ઈન્ડિયાએ તેમના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર શેર કર્યું છે.

કેવું છે ફિલ્મનું ટ્રેલર

આ ફિલ્મમાં પ્રતીક ગાંધી (Prateek Gandhi) સાથે અભિનેત્રી એંદ્રિતા રે, અંકુર ભાટિયા, અભિમન્યુ સિંહ, રાજેશ શર્મા, અંકુર વિકલ, રાજેન્દ્ર ગુપ્તા, ગોપાલ સિંહ, ફ્લોરા સૈની, અનિલ રસ્તોગી, કૃષ્ણા બિષ્ટ જેવા ઘણા કલાકારો આ ફિલ્મમાં દેખાવા જઈ રહ્યા છે. ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે પ્રતીક ગાંધીની રોમેન્ટિક સ્ટાઈલ તેમાં જોવા મળશે, જે ચાહકોને હચમચાવી દેશે.

ફિલ્મ રાવણ લીલા (Ravana Leela)ના ટ્રેલર પરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક અલગ પ્રકારની પ્રેમ કહાની કહેવા જઈ રહી છે. ટ્રેલરમાંથી ફિલ્મની વાર્તા સ્પષ્ટ છે કે તે ગુજરાત પર કેન્દ્રિત છે, જેમાં રાવણના રોલમાં જોવા મળતા પ્રતીક અને સીતાની ભૂમિકા ભજવનાર એંદ્રિતા વચ્ચે રિયલ લાઈફમાં રોમાન્સ દર્શાવ્યો છે, જેનો ગ્રામજનો વિરોધ કરે છે.

સાથે ટ્રેલરના અંતમાં રાવણ (Ravan) અને રામ (Ram)નું એક દ્રશ્ય વિચિત્ર બતાવવામાં આવ્યું છે જેવી રીતે દેખાડ્યું છે કે દ્રશ્ય હોય છે કે તમે અમારી બહેનનું નાક કાપી નાંખ્યું, અમે તમારી સ્ત્રીને કંઈ નથી કર્યું, પરંતુ લંકા અમારી સળગી, ભાઈ અમારા મર્યા, એવું કેમ? આના પર રામ બન્યા કલાકાર કહે છે કારણ કે અમે રામ છીએ.

જોકે ટ્રેલર પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ અંગે વિવાદ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ આ વર્ષે 1 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ રાવણ લીલાનું નિર્દેશન હાર્દિક ગજ્જરે કર્યું છે. પ્રતીક ગાંધી ગુજરાતી સિનેમાના ચમકતા સ્ટાર છે. રાવણ લીલા (ભવાઈ) તેમની પ્રથમ હિન્દી ફિલ્મ છે. એટલા માટે આ ફિલ્મ તેમની ડેબ્યુ કહેવાય છે.

આ પણ વાંચો :- ‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

આ પણ વાંચો :- Matrix 4: ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થઈ રહ્યું છે પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ટ્રેલર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati