Happy Birthday Subhash Ghai: 16માંથી 13 ફિલ્મ સાબિત થઈ બ્લોકબસ્ટર, કંઈક આવું હતું નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈનું ફિલ્મી કરિયર

સુભાષ ઘાઈએ (Subhash Ghai) માત્ર દિગ્દર્શક તરીકે જ નહીં પરંતુ નિર્માતા તરીકે પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં 'એતરાઝ', 'ઇકબાલ', 'ચાઇના ટાઉન' અને 'અપના સપના મની મની' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Happy Birthday Subhash Ghai: 16માંથી 13 ફિલ્મ સાબિત થઈ બ્લોકબસ્ટર, કંઈક આવું હતું નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈનું ફિલ્મી કરિયર
Subhash-Ghai ( PS : Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:52 AM

સુભાષ ઘાઈને (Subhash Ghai) શૉ-મેન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હિન્દી સિનેમાના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે જે આજે પણ યાદગાર છે. તેઓ હિન્દી સિનેમામાં તેમની બેસ્ટ ફિલ્મો કાલીચરણ, હીરો, જંગ, કર્મ, રામ લખન, સૌદાગર, ખલનાયક, પરદેશ અને તાલ માટે જાણીતા છે. વર્ષ 2006માં આવેલી ફિલ્મ ‘ઈકબાલ’ માટે તેમને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમનો જન્મ 24 જાન્યુઆરી 1945ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા દિલ્હીમાં ડેન્ટિસ્ટ હતા.

સુભાષ ઘાઈએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું

સુભાષ ઘાઈએ તેમનો પ્રારંભિક અભ્યાસ દિલ્હીથી પૂર્ણ કર્યો છે. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી વર્ષ 1963માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં એડમિશન લીધું હતું. સુભાષ ઘાઈએ રિહાન્ના ઉર્ફે મુક્તા સાથે લગ્ન કર્યા છે. બંનેને બે દીકરીઓ મેઘના અને મુસ્કાન છે. ઘણા લોકો જાણતા નથી કે સુભાષ ઘાઈએ એક એક્ટર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. વધુમાં, તેણે ઓછા બજેટની ફિલ્મોમાં એક્ટિંગથી શરૂઆત કરી હતી. જેમાં તે સહાયક કલાકારની સાથે ‘ઉમંગ’ અને ‘ગુમરાહ’ જેવી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.

પરંતુ આ ફિલ્મો કર્યા પછી સુભાષ ઘાઈને લાગ્યું કે તેમની કરિયર ફિલ્મોમાં એક્ટિંગમાં નહીં હોય. આ પછી તેણે ફિલ્મ નિર્દેશનમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. સુભાષ ઘાઈએ ફિલ્મ ‘કાલીચરણ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 1976માં આવી હતી. જે સુપર-ડુપર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માટે તેમને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સુભાષ ઘાઈએ દિલીપ કુમાર સાથે વિધાતા, સૌદાગર અને કર્મ જેવી ઘણી ફિલ્મો બનાવી. ફિલ્મ ‘કર્મા’ માટે તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી તેણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

16માંથી 13 ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી

તમને જણાવી દઈએ કે સુભાષ ઘાઈએ હિન્દી સિનેમા કરિયરમાં લગભગ 16 ફિલ્મો લખી અને નિર્દેશિત કરી છે. જેમાંથી 13 ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ સફળતાઓથી ખુશ સુભાષ ઘાઈએ ‘મુક્તા આર્ટસ’નું નિર્માણ કર્યું. વર્ષ 1982 દરમિયાન સુભાષ ઘાઈએ તેમના પ્રોડક્શન બેનર હેઠળ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્માણ કર્યું. સુભાષ ઘાઈએ માત્ર દિગ્દર્શક તરીકે જ નહીં, પરંતુ નિર્માતા તરીકે પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં એતરાઝ, ઈકબાલ, ચાઈના ટાઉન, અપના સપના મની મની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

એ પણ આશ્ચર્યજનક છે કે ધ શો મેન સુભાષ ઘાઈએ પણ બોલિવૂડને ઘણા હીરો અને હિરોઈન આપ્યા છે, જેમાં માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, સરોજ ખાન, મહિમા ચૌધરી, ઈશા શ્રાવણી અને શ્રેયસ તલપડે જેવા કલાકારો છે.

આ પણ વાંચો : Happy Birthday Riya Sen: બાળ કલાકાર તરીકે કરી હતી કરિયરની શરૂઆત, રિયા સેનની જાણી-અજાણી વાતો

આ પણ વાંચો : Pushpa vs Bahubali : પુષ્પા 2 તોડશે બાહુબલી 2 નો રેકોર્ડ? મનીષ શાહે કરી જાહેરાત, પ્રભાસને ઈશારામાં પડકાર્યો

g clip-path="url(#clip0_868_265)">