પ્રિયંકાની ફિલ્મ ‘The White Tiger’ને રિલીઝ ના થવા દેવાની માગ, દિલ્હી HCએ ફગાવી અરજી

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે હોલીવુડના નિર્માતા જોન હાર્ટ જુનિયરની ફિલ્મ 'The White Tige'ની રિલીઝ પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે.

પ્રિયંકાની ફિલ્મ 'The White Tiger'ને રિલીઝ ના થવા દેવાની માગ, દિલ્હી HCએ ફગાવી અરજી
Priyanka's film - The White Tiger

બોલિવૂડ અને હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા માટે રાહતના સમાચાર આવ્યા છે. હોલીવૂડના નિર્માતાએ રિલીઝ પર રોક લગાવવા અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે હોલીવુડના નિર્માતા જોન હાર્ટ જુનિયરની ફિલ્મ ‘The White Tige’ની રિલીઝ પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે. નિર્માતાએ ફિલ્મ પર કોપિરાઇટના ભંગનો આરોપ લગાવ્યો છે.

ન્યાયાધીશ સી હરિ શંકરે નિર્માતા દ્વારા અરજીને નકારતા કહ્યું હતું કે ફિલ્મની રિલીઝના 24 કલાક કરતા પણ ઓછા સમય પહેલા કોર્ટમાં આવવાનું કારણ સમજમાં નથી આવતું. જો કે જસ્ટિસ સી હરિ શંકરની બેચે ફિલ્મના નિર્માતાઓ મુકુલ દેવડા અને નેટફ્લિક્સને સમન્સ મોકલી દીધું છે.

શું હતો મુદ્દો
અમેરિકન નિર્માતા જોન હાર્ટ જુનિયરએ કોપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. તેમજ નેટફિલ્ક્સ પર આ ફિલ્મની રિલીઝ પર સ્ટે લાવવા અપીલ કરી હતી. આ ફિલ્મ 22 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

શું છે ફિલ્મમાં?
આ ફિલ્મ અરવિંદ અડિગના પુસ્તક પર આધારિત છે. પુસ્તકનું નામ પણ ‘ધ વ્હાઇટ ટાઇગર’ છે જે માર્ચ 2008 માં આવ્યું હતું. અરવિંદ અડિગને આ પુસ્તક માટેનો એવોર્ડ પણ મળ્યો હતો. અરજી કરનારે કહ્યું હતું કે તેની અને એડિગ વચ્ચે 2009 માં સમજૂતી થઈ હતી. જેના પર જોન હાર્ટ ઓસ્કાર માટે આ ફિલ્મ બનાવવાનો હતો અને તે હોલીવુડમાં રજૂ કરવાનો હતો. ત્યાર બાદ તેને 2019 ના ઓક્ટોબરમાં ખબર પડી કે નેટફ્લિક્સ આ ફિલ્મ બનાવી રહી છે. ત્યારે તેણે નેટફ્લિક્સ અને દેવડાને નોટિસ મોકલી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati