AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Soodએ લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ

સોનુ સૂદ ગયા વર્ષે માર્ચમાં લોકડાઉન થયા બાદથી લોકોની મદદ કરી રહ્યા છે. પહેલા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લાવવાનું કામ કર્યું. ત્યારબાદ તે તેમના માટે રોજગારની વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા.

Sonu Soodએ લોન્ચ કરી 'ફ્રી કોવિડ હેલ્પ', ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ
Sonu Sood
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 28, 2021 | 10:49 PM
Share

સોનુ સૂદ ગયા વર્ષે માર્ચમાં લોકડાઉન થયા બાદથી લોકોની મદદ કરી રહ્યા છે. પહેલા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લાવવાનું કામ કર્યું. ત્યારબાદ તે તેમના માટે રોજગારની વ્યવસ્થા કરતા જોવા મળ્યા હતા. હવે જ્યારે દેશમાં કોરોના સંકટ વધુ ભયાનક બન્યો છે, ત્યારે સોનુ સૂદ ઝડપથી લોકો સુધી મદદ પહોંચાડી રહ્યા છે. આ માટે તેમણે હવે ફ્રી કોવિડ 19 હેલ્પ શરૂ કર્યું છે.

ટ્વીટ કરીને આપી માહિતી

સોનુ સૂદે તેના ટ્વીટર હેન્ડલ પર આ વિશે માહિતી આપી છે. ફ્રિ કોવિડ હેલ્પ હેઠળ કોરોના પરીક્ષણથી લઈને ડૉક્ટરની સલાહ વિના મૂલ્યે લઈ શકાશે. આ માટે સોનુ ફાઉન્ડેશન, હીલ વેલ 24 અને Krsnaa ડાયગ્નોસ્ટિક્સ એક સાથે મળીને કામ કરશે. તેમણે એક વોટ્સએપ નંબર પણ બહાર પાડ્યો છે, જેના પર કોવિડને લગતી માહિતી મળશે. સોનુએ એક ટ્વીટમાં લખ્યું- ‘તમે આરામ કરો, મને પરીક્ષણ સંભાળવા દો. ફ્રિ કોવિડ હેલ્પ લોન્ચ. ‘

મુંબઈ પાછા ફર્યા સોનુ સૂદ

મંગળવારે રાત્રે સોનુ સૂદ બેંગ્લોરથી પરત મુંબઈ આવ્યા છે. તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

દિવસ અને રાત લોકોની કરે છે મદદ

મોડી રાત્રે સોનુએ ટ્વીટ કર્યું હતું કે મધ્યરાત્રિએ અનેક કોલ કર્યા પછી તમે જરૂરિયાતમંદ લોકો માટે પથારી મેળવી શકો છો તો પછી કેટલાક લોકો માટે ઓક્સિજન મેળવી શકો છો, જેનાથી તેમનો જીવ બચી શકે. હું કસમ ખાઈને કહુ છું કે 100 કરોડની ફિલ્મનો ભાગ બનવા કરતાં તે વધુ સંતોષજનક છે. અમે સૂઈ શકતા નથી જ્યાં સુધી લોકો હોસ્પિટલની બહાર પલંગની રાહ જોતા હોય છે. ‘

સોનુ સૂદ દરેક ક્ષણે કોઈની મદદ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે નાગપુરની કોરોના ચેપગ્રસ્ત યુવતી માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. આ છોકરીના ફેફસાં 85થી 90 ટકા વાયરસથી પ્રભાવિત હતા. અભિનેતાએ આ યુવતીને નાગપુરથી એરલિફ્ટ કરાવીને હૈદરાબાદ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

આ પણ વાંચો :- ‘અસદ ખાન’ થી લઈને ‘દયાબેન’, જ્યારે અચાનક શોને અલવિદા કહીને આ સ્ટાર્સે તોડ્યું ચાહકોનું દિલ

આ પણ વાંચો :- TMKOC નાં ‘Roshan Singh Sodhi’ પહેલા હતા ફાર્માસિસ્ટ, આના કારણે તેમણે અભિનયની દુનિયામાં મૂક્યો પગ

g clip-path="url(#clip0_868_265)">