AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhasની ‘આદિપુરુષ’ એ રિલીઝ થયા પહેલા જ તોડ્યો ‘બાહુબલી 2’ નો રેકોર્ડ, જાણીને ચોંકી જશે ચાહકો

પ્રભાસની આ નવી ફિલ્મ તાનાજી (Tanhaji) ફેમ ડિરેક્ટર ઓમ રાઉત બનાવી રહ્યા છે. પ્રભાસની સુપરહિટ ફિલ્મ બાહુબલી પછી હવે ઓમ રાઉત તેમની ફિલ્મોમાં અત્યાર સુધીનાં સર્વશ્રેષ્ઠ વીએફએક્સનો ઉપયોગ કરી રહ્યા છે.

Prabhasની 'આદિપુરુષ' એ રિલીઝ થયા પહેલા જ તોડ્યો 'બાહુબલી 2' નો રેકોર્ડ, જાણીને ચોંકી જશે ચાહકો
Prabhas
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 14, 2021 | 4:39 PM
Share

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) ની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ચાહકોને પ્રભાસની દરેક ફિલ્મોને ખાસ પસંદ પણ કરે છે. પ્રભાસ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ આદિપુરુષ (Adipurush) ને લઈને હેડલાઇન્સમાં છે. પ્રભાસની આ નવી ફિલ્મ તાનાજી (Tanhaji) ફેમ ડિરેક્ટર ઓમ રાઉત બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ખાસ સ્ટાઇલના વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસની સુપરહિટ ફિલ્મ બાહુબલી પછી હવે ઓમ રાઉત તેમની ફિલ્મોમાં અત્યાર સુધીનાં સર્વશ્રેષ્ઠ વીએફએક્સનો ઉપયોગ કરી રહ્યા છે. સમાચારો અનુસાર, જ્યારે બાહુબલી 2 માં 2500 વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શોટ હતા, તો હવે આદિપુરુષમાં ડબલ કરતા વધારે એટલે કે 8000 વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શોટ હશે.

આદિપુરુષ હશે ખૂબ ખાસ

એટલે કે આદિપુરુષમાં બાહુબલીથી ત્રણ ગણા વિઝ્યુઅલ ઇફેક્ટ્સના શોટ હશે. તે એટલું સ્પષ્ટ છે કે આ ઇફેક્ટ્સ પડદા પર ચાહકોને ક્રેઝી કરી દેવા વાળા હશે. આ સમાચાર બહાર આવ્યાં ત્યારથી પ્રભાસના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો હવે આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, કારણ કે 2500 વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે બાહુબલીએ આવું અદભૂત કામ કર્યું હતું, તો 8000 વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શોટ સાથે, આદિપુરુષ કેટલુ કમાલ કરશે. તે પણ સ્પષ્ટ છે કે ફિલ્મે તેની રિલીઝ પહેલા જ બાહુબલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ક્રિતી સેનનની મહત્વપૂર્ણ ભૂમિકા

આપને જણાવી દઈએ કે પ્રભાસની આ આગામી ફિલ્મમાં ક્રિતી સેનન (Kriti Sanon) પણ જોવા મળશે, ક્રિતી આ ફિલ્મમાં સીતાની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન (Saif Ali Khan) રાવણના રોલમાં જોવા મળશે. વળી, સાથે સોનુ કી સ્વીટી ફેમ સની સિંહ આ ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે.

સમાચારો અનુસાર, આ ફિલ્મ 400 કરોડ રુપિયાની મેગા બજેટ સાથે બનાવવામાં આવી રહી છે આ ફિલ્મ હિન્દી સિવાય ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આ મેગા બજેટ ફિલ્મને ભૂષણ કુમાર નિર્માણ કરી રહ્યા છે. પ્રભાસ આદિપુરુષ ઉપરાંત સાલાર, રાધે શ્યામ માટે હેડલાઇન્સમાં છે.

આટલું જ નહીં, પ્રભાસની બીજી એક ફિલ્મ છે, જેમાં તે દીપિકા પદુકોણ સાથે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોર 2 માં પણ કલાકારને જોઇ શકાય છે. જો કે, આ સમાચારની કોઈ પણ રીતની પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અત્યારે ચાહેકો પ્રિભાસને આદિપુરુષમાં રામની ભૂમિકામાં જોવા ઉત્સુક છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">