તારક મહેતાની બબીતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ, વાલ્મીકી સમાજના અપમાનનો આરોપ, જાણો સમગ્ર વિગત

મુનમુન દત્તાએ એક વિડીયોમાં જાતીવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. અભિનેત્રીની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે સખત વિરોધ નોંધાવ્યો હતો

તારક મહેતાની બબીતા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ, વાલ્મીકી સમાજના અપમાનનો આરોપ, જાણો સમગ્ર વિગત
Munmun Dutta (File Image)
Follow Us:
| Updated on: May 29, 2021 | 11:04 AM

એક્ટ્રેસ મુનમુન દત્તાની (Munmun Dutta) એક ટિપ્પણી પર વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. થોડાક દિવસો પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની બબીતા એટલે કે મુનમુન દત્તાએ એક વિડીયોમાં જાતીગત ટિપ્પણી કરી હતી જે બાદ એક પછી એક વિવાદ સર્જાવા લાગ્યા છે. અભિનેત્રીએ તે ટિપ્પણી બદલ થોડા દિવસ બાદ સોશિયલ મીડિયામાં માફી પણ માંગી હતી. પરંતુ હવે આ વિવાદ થંભવાનું નામ નથી લઇ રહ્યો.

અભિનેત્રી સામે પોલીસમાં ફરિયાદ (complaint) નોંધાવામાં આવી છે. અંબોલી પોલીસે અભિનેત્રી સામે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધ નિયમો (એટ્રોસિટી એક્ટ) 2015 હેઠળ નોંધવામાં આવી છે. ખરેખર સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતી વખતે મુનમુન દત્તાએ કહ્યું કે હું પણ યુટ્યુબ પર આવવા જઇ રહી છું. અને આ દરમિયાન જાતિગત ટિપ્પણી કરી હતી. ફરિયાદીનો આરોપ છે કે આ દરમિયાન તેણે વાલ્મિકી સમાજનું અપમાન કર્યું હતું.

તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવાની માંગ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા એ આ વિડીયો 10 મેના રોજ પોસ્ટ કર્યો હતો. અને 26 મેના રોજ આ ફરિયાદ નોંધવામાં આવી છે. એટ્રોસિટીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જે ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો તેમાં લાખો સભ્યો છે અને આ વિડીયો જોઈને સમાજના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને તેનું અપમાન થયું છે. તેથી મુનમુન દત્તા સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ થવી જોઇએ અને તેની ધરપકડ થવી જોઈએ.

ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કર્યો હતો

તમને જણાવી દઇએ કે અભિનેત્રીએ તેના એક વિડીયોમાં દલિત સમુદાય માટે જાતીવાદી શબ્દનો ઉપયોગ કર્યો હતો. અભિનેત્રીની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે સખત વિરોધ નોંધાવ્યો હતો અને ઘણા લોકોએ તેના આ વિડીયો (Munmun Dutta Viral Video) સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે તેની ભૂલનો અહેસાસ થતાં જ મુનમુને વિડીયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી સ્પષ્ટતા કરી હતી.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને મુંબઈમાં ખરીદ્યો 31 કરોડનો ફ્લેટ, જાણો કેવી રીતે બચાવ્યા 93 લાખ રૂપિયા

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યા UN અધ્યક્ષ, જાણો ભારતે શું આપ્યો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">