PM મોદીએ જોયું ‘Rocketry: The Nambi Effect’ નું ટ્રેલર, આર માધવને જણાવ્યું કે કેવી હતી PMની પ્રતિક્રિયા

ફિલ્મ “રોકેટ્રી: ધ નંબી ઇફેક્ટ”નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પણ આ ટ્રેલર જોયું હતું. માધવને પણ પીએમ નરેન્દ્ર મોદી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.

PM મોદીએ જોયું 'Rocketry: The Nambi Effect' નું ટ્રેલર, આર માધવને જણાવ્યું કે કેવી હતી PMની પ્રતિક્રિયા
PM મોદીની Rocketry the nambi effect પર પ્રતિક્રિયા
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 2:04 PM

અભિનેતા આર માધવનની આગામી ફિલ્મ “રોકેટ્રી: ધ નંબી ઇફેક્ટ”નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ટ્રેલરને સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ પસંદ કર્યું હતું અને ખુબ વખાણ્યું પણ છે. આર માધવનના અભિનય સહિત આ આખા ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ દરમિયાન માધવને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની બેઠકની કેટલીક તસવીરો શેર કરી છે.

માધવનની પોસ્ટ થઈ વાયરલ

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આર માધવને સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં પીએમ નરેન્દ્ર મોદી અને નંબી નારાયણ આર માધવન સાથે જોવા મળી રહ્યા છે. માધવને ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “થોડા અઠવાડિયા પહેલા એરોસ્પેસ એન્જિનિયર નંબી નારાયણ અને મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી.”

પીએમ મોદીએ ક્લિપની પ્રશંસા કરી

માધવને તેની પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, ‘અમે # Rocketrythefilm પર વાતચીત કરી હતી. ફિલ્મની ક્લિપ્સમાં અને નંબી જી સાથે થયેલા ખરાબ ર્વ્યવહારને જોઈને PM મોદીએ આપેલી પ્રતિક્રિયા અમારા હૃદયને સ્પર્શી ગઈ. આ સન્માન બદલ આભાર સર.’ માધવનના પીએમ મોદી સાથે આ ફોટાઓ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

શું કહ્યું પીએમ મોદીએ

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું, ‘તમને (માધવન) અને પ્રતિભાશાળી નંબી નારાયણ જીને મળીને આનંદ થયો. આ ફિલ્મ એક મહત્વપૂર્ણ વિષયને આવરે છે, જેના વિશે વધુ લોકોએ જાણવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોએ આપણા દેશ માટે ખૂબ બલિદાન આપ્યા છે, જેની ઝલક હું Rocketry ની ક્લિપમાં જોઈ શકું છું. ‘

1 એપ્રિલે ટ્રેલર કેમ રિલીઝ થયું

છેવટે, 1 એપ્રિલે આ ફિલ્મનું ટ્રેલર કેમ રજૂ થયું? આ સવાલનો જવાબ પણ માધવને આપી દીધો છે. માધવને આ સવાલનો જવાબ આપતા કહ્યું હારું કે, “નંબી સરે એક વાર કહ્યું હતું કે, કેટલા મૂર્ખ લોકો હશે જે મારા જેમ આમ દેશભક્તિ રાખતા હશે. હવે તેઓની વાત સાંભળ્યા પછી, નિર્ણય લેવામાં આવ્યો કે અમારી ફિલ્મ દ્વારા, દરેક ફૂલ (મૂર્ખ) ને એક ટ્રીબ્યુટ આપવામાં આવે, જેની દેશભક્તિ બીજા કરતા જુદી હતી, જેનું કાર્ય ઉત્તમ હતું. ‘

તમને જણાવી દઈએ કે આ ટ્રેલર ખુબ વાયરલ થઇ રહ્યું છે અને નંબી નારાયણ વિશે ચર્ચાઓ વધુ સક્રિય બની છે.

આ પણ વાંચો: મૂડીથી વ્હાલું વ્યાજ: નાના રણધીરે ભૂલથી પોસ્ટ કરી દીધો કરીના-સૈફના બીજા દીકરાનો ફોટો, પછી કર્યો ડિલીટ

g clip-path="url(#clip0_868_265)">