AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો ક્રેઝ યથાવત : આ પાકિસ્તાની અભિનેતાએ તેની પત્ની સાથે ‘ગંગુબાઈ’ જોવા આખુ થિયેટર બુક કરાવ્યુ

આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડીનો ક્રેઝ લોકોમાં હજુ પણ જોવા મળી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ લોકો 'ગંગુબાઈ'ની કહાની અને આલિયા ભટ્ટની એક્ટિંગને ખૂબ પસંદ કરી રહ્યા છે.

'ગંગુબાઈ કાઠિયાવાડી'નો ક્રેઝ યથાવત : આ પાકિસ્તાની અભિનેતાએ તેની પત્ની સાથે 'ગંગુબાઈ' જોવા આખુ થિયેટર બુક કરાવ્યુ
Pakistani actor muneeb butt booked full theater to watch gangubai kathiawadi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 8:31 AM
Share

Gangubai kathiawadi : હાલમાં જ રિલીઝ થયેલી આલિયા ભટ્ટની(Alia Bhatt)  ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ નો દેશ સહિત વિદેશમાં પણ દબદબો જોવા મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલી(Sanjay Leela Bhansali)  દ્વારા નિર્દેશિત આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહી હતી પરંતુ બાદમાં તેને કોર્ટમાંથી(Mumbai Court)  રાહત મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી પરંતુ આલિયા ભટ્ટની એક્ટિંગના લોકોએ ખૂબ વખાણ કર્યા અને હવે આ ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો મુજબ પાકિસ્તાની અભિનેતા મુનીબ બટ્ટે તેની પત્ની સાથે ફિલ્મ જોવા માટે આખું થિયેટર બુક કરાવ્યુ હતુ.

મુનીબ બટે તેની પત્નીને સરપ્રાઈઝ આપવા માટે આખું થિયેટર બુક કરાવ્યુ

આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડીનો ક્રેઝ લોકોમાં હજુ પણ જોવા મળી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ લોકો ‘ગંગુબાઈ’ની કહાની અને આલિયા ભટ્ટની પ્રતિભાને ખૂબ પસંદ કરી રહ્યા છે. આવો જ ક્રેઝ એક પાકિસ્તાની કપલ એક્ટર મુનીબ બટ્ટ અને એક્ટ્રેસ આઈમાન ખાનનો જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટને સ્ક્રીન પર જોવા માટે પતિએ પત્ની સાથે આખું થિયેટર બુક કરાવ્યું હતુ. તમને જણાવી દઈએ કે, આઈમાન આલિયા ભટ્ટની મોટી ફેન છે,તેથી તેના પતિ મુનીબ બટ્ટે આ સુંદર સરપ્રાઈઝ આપી હતી. આ કપલને એક સુંદર પુત્રી અમલ મુનીબ પણ છે.

100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર આલિયાની આ 5મી ફિલ્મ

વાત કરીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના બોક્સ ઓફિસ કલેક્શનની.તો ગંગુબાઈ કાઠિયાવાડી 100 કરોડ ક્લબમાં પ્રવેશનારી આલિયા ભટ્ટની 5મી ફિલ્મ બની છે, જેણે 102.60 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ હજુ પણ ચાહકોની પહેલી પસંદ છે અને તેને અપાર પ્રેમ મળી રહ્યો છે. 100 કરોડના ક્લબમાં સામેલ થનારી સૌથી ઝડપી ફિલ્મોમાંની પણ આ એક છે. રાઝી, ગલી બોય, 2 સ્ટેટ્સ સહિતની આલિયાની ફિલ્મોએ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

આ પણ વાંચો : શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">