ઓરીએ જાહ્નવી કપૂર સાથે લગાવ્યા ઠુમકા, અભિનેત્રીના બોયફ્રેન્ડને થઈ જલન કરી આવી કોમેન્ટ, જુઓ વીડિયો
જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે. આમાં 'ધડક' એક્ટ્રેસ તેનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં એન્ટ્રી કરતા જ ઓરીની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને જાન્હવી સાથેના ડાન્સ વીડિયો લોકોનું ધ્યાન ખેચી રહ્યા છે. બન્નેનું પરફોર્મન્સ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હંમેશા લાઈમ લાઈટમાં રહેતી જોવા મળે છે. તે હંમેશા તેના ફેન્સનું ધ્યાન ખેંચે છે. આ વખતે પણ અભિનેત્રીએ કંઈક એવું કર્યું છે જેને જોઈને લોકો પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકતા નથી. જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે. આમાં ‘ધડક’ એક્ટ્રેસ તેનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં એન્ટ્રી કરતા જ ઓરીની ખુબ જ ચર્ચા થઈ રહી છે અને જાન્હવી સાથેના ડાન્સ વીડિયો લોકોનું ધ્યાન ખેચી રહ્યા છે. બન્નેનું પરફોર્મન્સ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.
ઓરી જાહ્નવીનો ડાન્સ વીડિયો વાયરલ
એક્ટ્રેસ અવાર નવાર ડાન્સ સહિત મજાક મસ્તી ભર્યા વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને તેના ડાન્સથી તો બધાને દિવાના બનાવી દે છે. હાલમાં જ જાહ્નવીએ તેની ખાસ મિત્ર ઓરી સાથે એક ડાન્સ વીડિયો શેર કર્યો અને બંનેનો આ ડાન્સ જોત જોતામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
બિગ બોસ 17 માં વાઇલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ્યા પછી, ઓરહાન એટલે કે ઓરી દરેક જગ્યાએ ચર્ચામાં છે. સેલિબ્રિટી ફ્રેન્ડ તરીકે ઓળખાતો ઓરીએ આજે અભિનેત્રી જ્હાન્વી કપૂર સાથેનો એક ડાન્સ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઓરી જ્હાન્વી સાથે બાજીરાવ મસ્તાનીના ગીત પિંગા પોરી પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. બંને મસ્તીભરી સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે, જ્હાન્વી ઓરીને ડાન્સ શીખવી રહી છે અને ઓરી ડાન્સ સ્ટેપ્સ ફોલો કરી રહી છે. જ્હાન્વીએ સફેદ સૂટ અને તેની ઉપર પીળો દુપટ્ટો લગાવ્યો છે, જ્યારે ઓરીએ લાલ ટી-શર્ટ પહેરી છે.
જાહ્નવીના બોયફ્રેન્ડને કરી આવી કમેન્ટ
આ ડાન્સ વીડિયો પર ફેન્સ ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે જાહ્નવીના કહેવાતા રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ ખૂબ જ ફની કોમેન્ટ કરી છે, તેણે લખ્યું છે કે, ‘ખિલોના બના ખલનાયક’. કોમેન્ટ કરતી વખતે જાહ્નવીએ લખ્યું છે કે તમે મને બિગ બોસમાં જઈ ભૂલી ગયા છો, હું તમને મિસ કરી રહી છું. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે બિગ બોસ ઓરહાન અવતરમણિએ બોસ 17ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે. ઘરમાં તેની એન્ટ્રી સાથે જ બિગ બોસનું વાતાવરણ બદલાઈ ગયું છે.