Online Leak: કાર્તિક આર્યનની ‘ધમાકા’ રિલિઝના થોડા કલાક બાદ ઓનલાઈન થઈ લીક, થશે ભારે નુકસાન

|

Nov 19, 2021 | 9:40 PM

કાર્તિકની ફિલ્મ ધમાકા આજે જ રિલિઝ થઈ છે અને થોડા કલાકો બાદ જ ઓનલાઈનની લીક થઈ ગઈ છે. કાર્તિકનું ફિલ્મમાં સિરિયસ પાત્ર લોકોને પસંદ આવી રહ્યું છે પણ ફિલ્મ રિલિઝની સાથે જ લીક થવાથી કાર્તિકને ઝટકો લાગ્યો છે.

Online Leak: કાર્તિક આર્યનની ધમાકા રિલિઝના થોડા કલાક બાદ ઓનલાઈન થઈ લીક, થશે ભારે નુકસાન
Kartik Aryan

Follow us on

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan)ની ફિલ્મ ધમાકા (Dhamaka)ની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મથી કાર્તિકે લાંબા સમય બાદ ફિલ્મી પડદે વાપસી કરી છે. કાર્તિકની આ ફિલ્મ આજે જ નેટફ્લિક્સ પર રિલિઝ થઈ છે. આ થ્રિલર ફિલ્મમાં દર્શકોને કાર્તિકનો એક નવો અવતાર જોવા મળશે.

 

કાર્તિકની ફિલ્મ ધમાકા આજે જ રિલિઝ થઈ છે અને થોડા કલાકો બાદ જ ઓનલાઈનની લીક થઈ ગઈ છે. કાર્તિકનું ફિલ્મમાં સિરિયસ પાત્ર લોકોને પસંદ આવી રહ્યું છે પણ ફિલ્મ રિલિઝની સાથે જ લીક થવાથી કાર્તિકને ઝટકો લાગ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

ફિલ્મ ઓનલાઈન થઈ લીક

રિલિઝ થવાની સાથે જ કાર્તિક આર્યનની ફિલ્મ પાયરસીનો શિકાર થઈ છે. ધમાકા ફિલ્મ ઓનલાઈન એચડી ક્વોલિટીમાં લીક થઈ ગઈ છે. આ ફિલ્મ તમિલરોકર્સ, ફિલ્મીજિલા, ટેલિગ્રામ અને ઘણી સાઈટસ પર ફ્રીમાં ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આ પાયરસી સાઈટસ પર ફ્રીમાં ધમાકા ફિલ્મ જોઈ શકાય છે.

 

તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ફિલ્મ સિનેમાઘરોમાં રિલિઝ થાય છે અને ઓનલાઈન લીક થઈ જાય છે તો તેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ નંબર પડે છે. જો ધમાકા ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ છે, તેની ફિલ્મના વ્યુઅરના નંબર અને નેટફ્લિક્સના સબ્સક્રાઈબર પર અસર પડી શકે છે.

 

સૂર્યવંશી પણ થઈ હતી લીક

ધમાકા એક જ ફિલ્મ નથી જે ઓનલાઈન પાયરસીનો શિકાર થઈ છે, તાજેતરમાં જ રિલિઝ થયેલી અક્ષય કુમારની સૂર્યવંશી, રજનીકાંતની અન્નાથે, સૂર્યાની જય ભીમ પણ ઓનલાઈન લીક થઈ ચૂકી છે. આ તમામ ફિલ્મો પાયરસી સાઈટસ તમિલરોકર્સ પર લીક થઈ ચૂકી છે.

 

ધમાકાની વાત કરીએ તો આ ફિલ્મથી કાર્તિક આર્યને ડિજિટલ પ્લેટફોર્મ પર પગ મુક્યો છે. ફિલ્મમાં તે એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. તેમના પાત્રનું નામ અર્જૂન પાઠક છે. ફિલ્મમાં કાર્તિકની સાથે મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. આ ફિલ્મને રામ માધવાનીએ ડિરેક્ટ કરી છે. કાર્તિકના સિરિયસ પાત્રના ખુબ વખાણ કરવામાં આવી રહ્યયા છે. પ્રથમ વખત તે સિરિયસ રોલમાં નજર આવશે. ફિલ્મમાં તે આતંકવાદીનો ઈન્ટરવ્યુ લેતા નજરે આવશે.

 

આ પણ વાંચો: Tim Paine: ટિમ પેનની ખૂબસુરત પત્નિ બોની એ દિલ મોટુ રાખ્યુ, ગંદી હરકત કર્યા બાદ પણ કરી દીધો માફ

Next Article